પ્રશંસનીય કામગીરી/ MLA ડો.આશાબેન પટેલના સક્રિય પ્રયત્નોથી ઊંઝા તાલુકામાં 4200 બહેનોને વિધવા સહાય પેન્શનનો લાભ મળ્યો

પ્રશંસનીય કામગીરી/ MLA ડો.આશાબેન પટેલના સક્રિય પ્રયત્નોથી ઊંઝા તાલુકામાં 4200 બહેનોને વિધવા સહાય પેન્શનનો લાભ મળ્યો

ધારાસભ્ય ડો.આશાબેન પટેલ ની સક્રિય કામગીરીને કારણે 35 ગામની મહત્તમ મહિલાઓને મળી રહ્યો છે લાભ.

અગાઉ અમૂઢ ગામે એક સાથે તાલુકાની 1100 જેટલી બહેનોને વિધવા સહાય પેન્શન ના ઓર્ડર અપાયા હતા.

મોર્નિંગ ન્યુઝ ફોકસ,ઊંઝા :  ઊંઝા તાલુકામાં અગાઉ ૩૯૭ જેટલી મહિલાઓને વિધવા સહાય પેન્શન મળતું હતું જેની સંખ્યા વધીને હવે 4200 જેટલી થઇ ગઇ છે.જેમાં 1200 રૂપિયા લેખે દર મહિને 50 લાખ રૂપિયા જેટલી રકમની સહાય ઊંઝા તાલુકાની 35 ગામની મહિલાઓને વિધવા પેન્શન સહાય રૂપે મળે છે.

ઊંઝા તાલુકાની 4200 મહિલાઓને વિધવા સહાય પેન્શન મળવા પાછળ ઊંઝાના સક્રિય ધારાસભ્ય ડો.આશાબેન પટેલના અથાક પ્રયત્નો નોંધપાત્ર રહ્યા છે. તાલુકામાં મહત્તમ માં મહત્તમ મહિલાઓને વિધવા સહાય પેન્શન પ્રાપ્ત થાય તે માટે ધારાસભ્ય કાર્યાલય દ્વારા પણ સર્વે કરાવી ફોર્મ ભરાવવાની કાર્યવાહી અગાઉ કરાઇ હતી.

અત્રે નોંધનીય છે કે ઊંઝા તાલુકા એ વિધવા સહાય પેન્શન ને લઈને સમગ્ર રાજ્યને એક ઉદાહરણ પૂરું પાડ્યું હતું. જેમાં સમય અગાઉ ધારાસભ્ય ડો.આશાબેન પટેલના નેતૃત્વમાં તાલુકા વિકાસ અધિકારી ડો. રાજેશ પટેલ ના કાર્યકાળ દરમિયાન ઊંઝા તાલુકાના અમુક ગામેં એકસાથે 1100 જેટલી બહેનો ને વિધવા સહાય પેન્શન ના મંજુરી હુકમ અપાયા હતા. જેની નોંધ મહેસાણા જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી ઉપરાંત રાજ્ય સરકારે પણ લીધી હતી.

એ બાબત નોંધનીય છે કે, પહેલા વિધવા માતાનો પુત્ર ૧૮ વર્ષનો થાય ત્યારે તેને વિધવા સહાય પેન્શન મળતું બંધ થઈ જતું હતું. પરંતુ સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ના નેતૃત્વમાં ૧૮ વર્ષના પુત્રના ઉંમર ના નિયમને રદ કરવાને કારણે આજે તમામ વિધવા બહેનોને વિધવા સહાય પેન્શન મળી રહ્યું છે.