ઊંઝામાં સ્વૈચ્છિક લોકડાઉન : એશિયાની સૌથી મોટી APMC સહિત સંપૂર્ણ બજાર આટલા દિવસો સુધી રહેશે બંધ

ઊંઝામાં સ્વૈચ્છિક લોકડાઉન : એશિયાની સૌથી મોટી APMC સહિત સંપૂર્ણ બજાર આટલા દિવસો સુધી રહેશે બંધ

મોર્નિંગ ન્યુઝ ફોકસ, ઊંઝા :  હાલમાં ઉત્તર ગુજરાતમાં પણ કોરોના નું સંક્રમણ દિનપ્રતિદિન વધી રહ્યું છે. જેમાં ઊંઝામાં પણ કોરોના ના કેસો નોંધાતા ઊંઝા નગરપાલિકા,ઊંઝા વેપારી મંડળ, ઊંઝા માર્કેટ યાર્ડ વેપારી એસોસિયેશન તથા વિવિધ વેપારી એસોસિયેશનની મળેલી મિટિંગમાં કોરોનાનુ સંક્રમણ અટકાવવા માટે  સાથે મળીને એક  મહત્વનો નિર્ણય લીધો છે.

 પ્રાપ્ત માહિતી મુજબ કોરોના સંક્રમણ ને ધ્યાને લઇને આગામી તારીખ 14 એપ્રિલ થી 21 એપ્રિલ,2021 એટલે કે બુધવાર થી આગામી બુધવાર સુધી એક અઠવાડિયા માટે ઊંઝા ગંજ બજાર બંધ રાખવાનો મહત્વનો નિર્ણય લેવાયો છે. જેની દૂરથી તેમજ સ્થાનિક લેવલે થી આવતા ખેડૂતો અને વેપારીઓ એ ખાસ નોંધ લેવી. આ ઉપરાંત 14 એપ્રિલથી 21 એપ્રિલ સુધી ઊંઝા નું સમગ્ર બજાર પણ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. જેમાં દૂધ અને મેડિકલ જેવી આવશ્યક ચીજવસ્તુઓ ઉપલબ્ધ થઇ શકશે. તો વળી બપોરે ૧૨ વાગ્યાથી ૪ વાગ્યા સુધી માત્ર કરિયાણાની દુકાનો ખુલ્લી રહેશે. જેથી લોકોને જીવન ઉપયોગી ચીજવસ્તુઓ મળી રહે. આમ ઊંઝા શહેર ના જાગૃત નાગરિકોએ સ્વયંભૂ એક અઠવાડિયા માટે નું lockdown જાહેર કર્યું છે.