ઊંઝા : નગર પાલિકા અને તા.પં. ની ચૂંટણીમાં મતદારો ભાજપથી નારાજ શા માટે ? જવાબદાર કોણ ?

ઊંઝા : નગર પાલિકા અને તા.પં. ની ચૂંટણીમાં મતદારો ભાજપથી નારાજ શા માટે  ? જવાબદાર  કોણ ?

સરળતાથી જીતી શકાય એવી તાલુકા પંચાયતની 5 બેઠકો ભાજપે ગુમાવી તો નગર પાલિકામાં પણ પાતળી બહુમતી મળી.

નગર પાલિકામાં ભાજપને પાતળી બહુમતી મળતાં સ્થિર શાસનની અપેક્ષા કેટલી ?

ચૂંટણી ટાણે કામદાર પેનલના ધમા મિલન સામે ફરિયાદ થતા મતદારો પર અવળી અસર ની ભાજપ સામે જોવા મળી નારાજગી  ?

મોર્નિંગ ન્યુઝ ફોકસ ( સુના સો ચુના ) :  ઊંઝા નગરપાલિકા અને તાલુકા પંચાયતના ચૂંટણીના પરિણામો પરથી એક હકીકત એવી બહાર આવી છે જેમાં ક્યાંકને ક્યાંક લોકો ભાજપથી વિમુખ થઈ રહ્યા છે ત્યારે સવાલ એ જાગ્યો છે કે આના માટે જવાબદાર કોણ ?

તાજેતરમાં આવેલા તાલુકા પંચાયતની ચૂંટણીના પરિણામોમાં પાંચ સીટો પર કોંગ્રેસની જીત થઈ એટલું જ નહીં એક સીટ ઉપર અપક્ષની જીત થઈ. જોકે આ સીટો ભાજપ માટે સરળતાથી જીતી શકાય તેમ હતી. પરંતુ ટિકિટ ફાળવણીમાં ક્યાંક સગાવાદ, સમાજવાદ કે જૂથવાદને પ્રોત્સાહન મળવાને કારણે ભાજપના જ વોટરો નિયુક્ત કરેલ ઉમેદવાર થી નારાજ થયા અને તેમણે કોંગ્રેસ ને ખોબલે ને ખોબલે વોટ આપ્યા અને આ સીટો પર કોંગ્રેસની જીત થઈ. એવી પણ ચર્ચાઓ ચાલી રહી છે કે ક્યાંક ભાજપના પણ કેટલાક અસંતુષ્ટ નેતાઓએ કોંગ્રેસ ને જીતવા માં મદદરૂપ થયા હોઈ શકે છે.

તો નગરપાલિકામાં આ વખતે ૩૬ બેઠકો ઉપર ભાજપે પોતાના ઉમેદવારોને લડાવ્યા હતા. જોકે ચૂંટણી સમયનો માહોલ જોતાં એવું લાગતું હતું કે ભાજપને 25 થી વધારે બેઠકો ઉપર જીત મળી શકે છે. પરંતુ ચૂંટણી ટાણે જ કામદાર પેનલના કર્તા હર્તા ધમા મિલન સામે ફરિયાદ થતાં ક્યાંક ને ક્યાંક મતદારો ઉપર તેની અવળી અસર જોવા મળી જેથી ભાજપને ક્યાંકને ક્યાંક મોટો ફટકો ફટકો પડયો હોવાનું મનાય છે.જેથી ભાજપે પાતળી બહુમતીથી સંતોષ માનવાનો વારો આવ્યો.

જો કે ભાજપને 19 સીટો પર જીત પ્રાપ્ત થઈ છે જે નગરપાલિકામાં શાસન જમાવવા માટે ખૂબ જ પાતળી બહુમતી ગણાય. જોકે નગરપાલિકામાં સ્થિર શાસન ની અપેક્ષા કેટલે અંશે યોગ્ય છે એ તો હવે આવનાર સમય જ બતાવશે. કારણ કે બીજી બાજુ કામદાર પેનલને 15 સીટો પર ઝળહળતો વિજય પ્રાપ્ત થયો છે. તો બીજી બાજુ બે સીટો પર અપક્ષ ની જીત થઈ છે. આમ આ પરિણામો પરથી એક વાત સ્પષ્ટ થાય છે કે ક્યાંક ને ક્યાંક મતદારો ભાજપથી કોઈના કોઈ પ્રકારે નારાજ રહ્યા અને છેવટે ચૂંટણીના પરિણામોમાં ભાજપને મોટો ફટકો પડયો. ત્યારે સવાલ એ ચર્ચાઈ રહ્યો છે કે આ માટે જવાબદાર કોણ ?