ડો.આશાબેન પટેલે કરેલી રજૂઆતને લઈ ઊંઝા-વડનગરના 28 રસ્તાઓના રિસરફેસિંગ માટે 42.14 કરોડ ફાળવાયા

ડો.આશાબેન પટેલે કરેલી રજૂઆતને લઈ ઊંઝા-વડનગરના 28 રસ્તાઓના રિસરફેસિંગ માટે 42.14 કરોડ ફાળવાયા

મોર્નિંગ ન્યુઝ ફોકસ,ઊંઝા :  ઊંઝા ના શ્રેષ્ઠ એવોર્ડ વિજેતા તેમજ સક્રિય એવા સૌથી શિક્ષિત ધારાસભ્ય ડો. આશાબેન પટેલના નેતૃત્વમાં ઊંઝા અને વડનગર ક્ષેત્રનો વિકાસ અવિરત પણે આગળ વધી રહ્યો છે. ત્યારે ઊંઝા મતક્ષેત્રના 28 જેટલા રસ્તાઓની રિસર્ફેસીંગ કરવા માટે ડો. આશાબેન પટેલ દ્વારા સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી જેને પગલે ઊંઝા મતક્ષેત્રનાં 42.14 કરોડના ખર્ચથી 28 રસ્તાને રિસર્ફેસિંગ કરવા રાજ્ય સરકારે મંજૂરી આપી દીધી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ઊંઝા અને વડનગરના ગ્રામ્ય ક્ષેત્રોના રસ્તાઓ તેમજ લિંક રોડ-રસ્તાઓને રિસર્ફેસીંગ કરવા માટે સરકાર દ્વારા 42.14 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. જોકે સૌથી નોંધનીય બાબત એ છે કે રાષ્ટ્રીય ધોરીમાર્ગ મહેસાણા-વિસનગર-વડનગર-ખેરાલુ-આંબાઘાંટા- અંબાજી રોડ ના રી સરફેસિંગ માટે 1118.00 લાખ ફાળવવામાં આવ્યા છે. આમ વડનગર અને ઊંઝા મત ક્ષેત્રના રસ્તાઓના રિસર્ફેસીંગ માટે ગ્રાન્ટ ફાળવવા બદલ ડો. આશાબેન પટેલે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી નો આભાર વ્યક્ત કર્યો છે.