ઊંઝા : આર.કે.ફાઉન્ડેશન દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો : સંસ્થાના સ્થાપકે કર્યું રક્તદાન

ઊંઝા : આર.કે.ફાઉન્ડેશન દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો : સંસ્થાના સ્થાપકે કર્યું રક્તદાન

14 જૂન એટલે વિશ્વ રક્તદાન દિવસ

ઠેર ઠેર રક્તદાન કેમ્પના થયા આયોજનો

ઊંઝા ખાતે પણ રક્તદાન કેમ્પનું થયું આયોજન

આર.કે.ફાઉન્ડેશન દ્વારા યોજાયો રક્તદાન કેમ્પ

મોર્નિંગ ન્યુઝ ફોકસ, ઊંઝા :  ૧૪ જુન એટલે વિશ્વ રક્તદાન દિવસ. આજરોજ અનેક સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા ઠેર ઠેર રક્તદાન ના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. જે પૈકી ઊંઝામાં આર.કે ફાઉન્ડેશન દ્વારા પણ એક સ્વૈચ્છિક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું

 આજે વિશ્વ રક્તદાન દિવસ નિમિત્તે આર. કે. ફાઉન્ડેશન ઊંઝા દ્વારા સ્વૈચ્છિક રક્તદાન કેમ્પનું આયોજન ઊંઝા બ્લડ બેંક ખાતે કરવામાં આવેલ હતું.ત્યારે સંસ્થાના સ્થાપક સભ્ય હિતેષ પટેલ (HH) એ કોવીડ ની પરિસ્થિતિમાં રકતદાન કરીને યુવાનોને ઉતમ ઉદાહરણ પૂરૂ પાડ્યું હતું. કેમ્પમાં ૯ વ્યક્તિઓએ રકતદાન કર્યું હતું. દરેક રકતદાતાઓને મોમેન્ટો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.