સુરત : SMC સંચાલિત હોસ્પિટલોમાં લાલિયાવાડી: બાળ મૃત્યદર નો આંકડો ચોંકાવનારો

સુરત : SMC સંચાલિત હોસ્પિટલોમાં લાલિયાવાડી: બાળ મૃત્યદર નો આંકડો ચોંકાવનારો

મોર્નિંગ ન્યુઝ ફોકસ,સુરત : સુરત મહાનગરપાલિકા સંચાલિત હોસ્પિટલમાં છેલ્લા બે વર્ષમાં 18659 બાળકોનો જન્મ થયો જે પૈકી કુલ 2926 બાળકો કુપોષિત જન્મ્યા જે પૈકી 263 બાળકોના સારવાર બાદ 7 દિવસમાં મૃત્યુ થયા છે અને 130 બાળકો મૃત અવસ્થામાં જન્મ્યા છે.

26 માતાઓનાં પ્રસુતિ સમયે મૃત્યુ થયેલ છે. આ આકડાઓ ખુબજ ચોંકાવનારા છે અને આ તો ફક્ત સુરત મનપા સંચાલિત હોસ્પિટલોના જ આંકડા છે. ત્યારે ગુજરાત ભર માં શુ સ્થિતિ હશે ? રાજ્ય સરકાર દ્વારા કુપોષણ પાછળ વર્ષ 2022-23 માં રૂ. 3,311 કરોડ ફાળવાયા છે ત્યારે સવાલ એ ઉઠે કે શુ અલગ અલગ કરોડો રૂપિયા યોજનાઓમાં ફાળવવા માં આવે છે જેનો લાભ ખરેખર લાભાર્થી સુધી પહોંચી રહ્યો છે કે કેમ?

જ્યારે યોજનાઓ બહાર પાડવામાં આવે ત્યારે ભાજપી શાસકો ખુબજ વાહવાહી લૂંટતા હોય છે પરંતુ કુપોષણ અટકાવવા બનાવેલી યોજનાઓનો લાભ છેવાડાના લાભાર્થી સુધી પહોંચે છે કે નહીં તેની જવાબદારી પૂર્વક તકેદારી રખાતી ન હોય તો જ કુપોષણ ના આંકડાઓ માં વધારો થતો હોય. સરકાર ને મારી એટલી જ વિનંતી છે કે કુપોષણ માટે બનાવેલી યોજનાઓ ખરેખર લાભાર્થી સુધી પહોંચી રહી છે કે નહીં તેની તપાસ કરે અને આ બાબતે ને ખુબજ ગંભીરતા થી લે અને માતાઓ અને બાળકોને કુપોષણનો શિકાર થતા અટકાવે.