ધો.12 સાયન્સ પ્રવાહનું પરિણામ : સુરતની અડાજણ ખાતે આવેલ એલ.પી.સવાણી વિદ્યાભવનના વિદ્યાર્થીઓ ઝળકયા, જાણો પરિણામ

ધો.12 સાયન્સ પ્રવાહનું પરિણામ : સુરતની અડાજણ ખાતે આવેલ એલ.પી.સવાણી વિદ્યાભવનના વિદ્યાર્થીઓ ઝળકયા, જાણો પરિણામ

મોર્નિંગ ન્યુઝ ફોકસ (જશવંત પટેલ) : આજે ધોરણ 12 સાયન્સ અને GUJCETનું પરિણામ જાહેર થઇ ગયું છે. ગુજરાત બૉર્ડનું ધોરણ 12 સાયન્સનું 72.02% પરિણામ આવ્યું છે જે ગયા વર્ષે 71.34 ટકા હતું. આ વર્ષે 85.78 % સાથે રાજકોટ રાજ્યભરમાં અવ્વલ આવ્યો છે જ્યારે દાહોદમાં સૌથી ઓછું 40.19 % પરિણામ આવ્યું છે.

આજના આ પરિણામમાં જે વિદ્યાર્થીઓએ ઊંચી ટકાવારી સાથે સિદ્ધિ હાંસલ કરી છે તેવાં વિદ્યાર્થીઓ અને તેમના પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે સુરતના અડાજણ ખાતે આવેલી એલ.પી.સવાણી વિદ્યાભવનમાં પરિણામ જાહેર થતા જ વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો જેમાં એક વિદ્યાર્થી A1 ગ્રેડમાં તેમજ સાત જેટલા વિદ્યાર્થીઓ એ-2 ગ્રેડમાં ઝળકી ઊઠયા હતા. શાળા પરિવાર દ્વારા આ વિદ્યાર્થીઓની ઝળહળતી સિધ્ધિ બિરદાવવામાં આવી હતી. વિદ્યાર્થીઓ એ પણ તેમના પરિણામથી ખુશી વ્યક્ત કરી હતી. શાળાના ગુજરાતી મીડીયમ ના આચાર્ય પ્રતિમાબેન સોનીએ જણાવ્યું હતું કે આ પરિણામ વિદ્યાર્થીઓની મહેનતનું પરિણામ છે.વિદ્યાર્થીઓ જીવનમાં આ રીતે સખત મહેનત કરી ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી તેમણે શુભકામનાઓ પાઠવી હતી.