સમગ્ર રાજ્યમાં કોરોનાના કહેર વચ્ચે સુરતથી આવ્યા એવા બે મોટા સમાચાર કે જાણીને તમને રાહત થશે

સમગ્ર રાજ્યમાં કોરોનાના કહેર વચ્ચે સુરતથી આવ્યા એવા બે મોટા સમાચાર કે જાણીને તમને રાહત થશે

મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક :   ગુજરાતમાં કોરોના વાયરસની બીજી લહેર કહેર બનીને તૂટી છે ત્યારે આખા એપ્રિલ મહિનામાં સતત કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે. ત્યારે આજે પણ 13847 કેસ સામે આવ્યા છે. જોકે રાહતની વાત કહી શકાય કે 10582 દર્દીઓ રિકવર થઈ ગયા છે. ત્યારે સુરતમાં કોરોના વાયરસના કોહરામ વચ્ચે ઑક્સીજનની ડિમાન્ડ ઘટી છે અને બીજી તરફ સિવિલ અને સ્મીમેરમાં OPD ફરી શરૂ થઈ છે.

સુરતમાં કોરોના વાયરસના કારણે પીડાઈ રહેલા દર્દીઓ માટે આખરે સરકારે ફરીથી સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં OPD શરૂ કરી છે. સિવિલમાં 103 દર્દીઓની OPDમાં તપાસ કરાઈ જેમાંથી 39 દર્દીઓને દાખલ કરવામાં આવ્યા છે. આ સિવાય સ્મીમેરમાં 76 દર્દીઓની OPDમાં તપાસ કરાઈ અને 26 દર્દીઓને દાખલ કરવામાં આવ્યા છે. 

સુરતમાં ગંભીર દર્દીઓની સંખ્યા ઘટી રહી છે અને ઑક્સીજનની ડિમાન્ડ પણ ઘટી છે. સુરતમાં પહેલા જ્યાં 220 MT ઑક્સીજનની જરૂર પડતી હતી તે હવે ઘટીને 195 MT થઈ ગઈ છે. જોકે શહેરમાં હજુ પણ માંગ કરતાં ઓછી ઑક્સીજન આપવામાં આવી રહી છે. સરકાર દ્વારા દાવા કરવામાં આવે છે કે ઑક્સીજનની કોઈ અછત જ નથી ત્યાં સુરત જે ઑક્સીજનનું મોટું ઉત્પાદક છે ત્યાં જ 25 મેટ્રિક ટન ઓછો ઑક્સીજન આપવામાં આવી રહ્યો છે.