ઊંઝા APMC ની કામગીરીથી પ્રભાવિત થઈ Axis બેંકના બિઝનેસ હેડે લીધી મુલાકાત, ખેડૂત વેપારીઓ માટે પણ છે સારા સમાચાર

ઊંઝા APMC ની કામગીરીથી પ્રભાવિત થઈ Axis  બેંકના બિઝનેસ હેડે લીધી મુલાકાત, ખેડૂત વેપારીઓ માટે પણ છે સારા સમાચાર

મોર્નિંગ ન્યુઝ ફોકસ, ઊંઝા (જશવંત પટેલ) : સમગ્ર એશિયામાં સૌથી મોટા માર્કેટ યાર્ડ તરીકે ખ્યાતિ મેળવી ચૂકેલ ઊંઝા એપીએમસી દિનેશભાઇ પટેલના નેતૃત્વમાં રોજબરોજ એક પછી એક સફળતા ના સોપાનો સર કરી રહ્યું છે. જોકે ઊંઝા એપીએમસી નું સુકાન જ્યારથી દિનેશભાઈ પટેલે સાંભળ્યું છે ત્યારથી apmc ની આવકો અને નફા ધોરણ નો ગ્રાફ દિનપ્રતિદિન ઉપર જઈ રહ્યો છે. unjha apmc ની કામગીરીને નિહાળવા અનેક હસ્તીઓ પણ મુલાકાત લઇ ચુકી છે. ત્યારે તાજેતરમાં unjha apmc ની કામગીરી થી પ્રભાવિત થયેલ એક્સિસ બેન્કના Business Head શ્રી મુનીશ શારદાજી તથા તેમના સ્ટાફે ઊંઝા APMC  ની મુલાકાત લીધી હતી.

ઊંઝા એપીએમસી ની મુલાકાત દરમિયાન તેઓ કામગીરી ખૂબ જ પ્રભાવિત થયા હતા અને તેમણે એપીએમસીના ચેરમેન દિનેશભાઈ પટેલની કામગીરીની પ્રશંસા પણ કરી હતી. ઉપરાંત સમગ્ર બોર્ડ ઓફ ડિરેક્ટર તેમજ કર્મચારીઓની કામગીરીની પણ તેમણે સરાહના કરી હતી. એપીએમસી ની કામગીરી થી પ્રભાવિત થયેલા Business Head શ્રી મુનીશ શારદાજી એ ખેડૂત વેપારીઓ માટે પણ ઉદારતા બતાવી હતી. અત્રે નોંધનીય છે કે ઊંઝા એપીએમસીના ચેરમેન દિનેશભાઈ પટેલ ની સરાહનીય કામગીરીને બદનામ કરવા માટે કેટલાક તત્વો દ્વારા ભૂતકાળમાં અનેક પ્રકારના આક્ષેપો કરવામાં આવ્યા છે.પરંતુ સતત બીજી ટર્મમાં પણ ઊંઝા એપીએમસીના ચેરમેન પદે દિનેશભાઈ પટેલ ચૂંટાઈ આવ્યા છે, ત્યારે આગામી સમયમાં ઊંઝા એપીએમસી દિનેશભાઇ પટેલના નેતૃત્વમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી તેમણે શુભેચ્છા વ્યક્ત કરી હતી.