ઊંઝા નગર પાલિકામાં આજે કોણ બનાવશે નવો ઇતિહાસ ? તાલુકા પંચાયતમાં કોને મળ્યા પ્રમુખ-ઉપ પ્રમુખના મેન્ડેટ ? જાણો

ઊંઝા નગર પાલિકામાં આજે કોણ બનાવશે નવો ઇતિહાસ ? તાલુકા પંચાયતમાં કોને મળ્યા પ્રમુખ-ઉપ પ્રમુખના મેન્ડેટ ? જાણો

મોર્નિંગ ન્યૂઝ ફોકસ, ઊંઝા : ઊંઝા નગરપાલિકા માં પ્રથમ વર્ષ ૩૬ બેઠકો ઉપર ભાજપે પોતાના ઉમેદવારો લડાવ્યા હતા. જેમાંથી 19 ઉમેદવારોની ભવ્ય જીત થઇ હતી. આમ ઊંઝા નગરપાલિકા માં પ્રથમવાર ભાજપને પાતળી બહુમતી પ્રાપ્ત થઇ છે.આજે એટલે કે ૧૭ માર્ચના રોજ ઊંઝા નગર પાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખ પદની વરણી થવા જઈ રહી છે. નગરપાલિકામાં આજે ઇતિહાસમાં પહેલીવાર ભાજપની બોડી બેસશે. જે ખરેખર એક ઈતિહાસ બની જશે.

જોકે નગરપાલિકામાં ભાજપમાં પ્રમુખ પદના દાવેદાર રીંકુબેન પટેલને માનવામાં આવી રહ્યા છે. પરંતુ હજુ પ્રમુખ અને ઉપપ્રમુખ નામનું સસ્પેન્સ યથાવત છે. ઊંઝા નગરપાલિકામાં ભાજપની પાતળી બહુમતી મળી હોવાથી નગરસેવકો નું હોર્સ ટ્રેડિંગ ન થાય તે માટે ઊંઝાના ધારાસભ્ય ડો. આશાબેન પટેલ અને કાર્યકારી પ્રમુખ હિતેશ પટેલ સહિત ભાજપ અગ્રણીઓએ બાગડોર સંભાળી ને આ 19 નગરસેવકોને તરત જ અજ્ઞાત સ્થળે ખસેડ્યા હતા.

જેમને આજે સીધા નગરપાલિકામાં ચૂંટણી સમયે લાવવામાં આવશે અને પ્રમુખ-ઉપપ્રમુખની વરણી કરવામાં આવશે.તો બીજી બાજુ ઊંઝા તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી બિનહરીફ છે. જેમાં પ્રમુખ તરીકે સીતાબેન વિપુલકુમાર પટેલ ( ઉપકાર) અને ઉપપ્રમુખ તરીકે મહેશભાઈ ચૌધરીને મેન્ડેટ અપાયા છે.આમ ઊંઝામાં આજે નગરપાલિકા અને પંચાયતમાં ભગવો લહેરાશે.