ઊંઝા હવે આત્મનિર્ભર : MLA ડો.આશાબેન પટેલની રજૂઆતને પગલે PM કેયર્સ ફંડ માંથી 200 LPM ઓક્સિજન પ્લાન્ટ મંજૂર

ઊંઝા હવે આત્મનિર્ભર : MLA ડો.આશાબેન પટેલની રજૂઆતને પગલે PM કેયર્સ ફંડ માંથી 200 LPM ઓક્સિજન પ્લાન્ટ મંજૂર

મોર્નિંગ ન્યુઝ ફોકસ,ઊંઝા :  કોરોના ના કપડા કાળમાં સામાન્ય રીતે જે લોકો કોરોના ગ્રસ્ત થતા હતા તેમના ઓક્સિજનનો લેવલ ઘણું નીચું જવાની પરિણામે તેમને તાત્કાલિક ઓક્સિજન આપવાની ફરજ પડતી હતી. પરંતુ બીજી બાજુ ઓક્સિજનની અછતને કારણે કેટલીકવાર દર્દીઓના મોત પણ થતા હતા ત્યારે ઊંઝામાં કોરોના ગ્રસ્ત દર્દીઓ ને ઓક્સીજન પૂરતા પ્રમાણમાં મળી રહે તે માટે ઊંઝાના સકરિયા અને શ્રેષ્ઠ ધારાસભ્ય એવોર્ડ વિજેતા ડોક્ટર આશાબેન પટેલ પ્રધાનમંત્રી ને પત્ર લખીને ઓક્સિજન પ્લાન્ટ માટે માંગણી કરી હતી.

ઊંઝાના ધારાસભ્ય ડોક્ટર આશાબેન પટેલ દ્વારા ગત ૩૦ એપ્રિલના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને પત્ર લખીને ઓક્સિજન પ્લાન્ટ માટેની માગણી કરવામાં આવી હતી. ત્યારે ઊંઝાના આ ધારાસભ્યની માગણીને ધ્યાનમાં લઈને PMCares FUND માંથી ઊંઝા ખાતે ૨૦૦ LPM ઓક્સિજન પ્લાન્ટ્સ (PSA) મંજુર કરવામાં આવ્યો છે. આ બદલ ડો.આશાબેન પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદી તેમજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન ભાઈ પટેલનો આભાર વ્યક્ત કર્યો છે.

અત્રે નોંધનીય છે કે ઉંઝામાં ઓક્સિજનનો પ્લાન્ટ ટુંક સમયમાં કાર્યરત કરવામાં આવશે. જો કે પ્લાન્ટ કાર્યરત થતાં જ ઊંઝામાં હવે દર્દીઓને ઓક્સિજનની અછત સર્જાશે નહીં અને કોરોના ગ્રસ્ત દર્દીઓ ને સરળતા થી હવે ઓક્સિજન ઉપલબ્ધ થશે. ઓક્સિજન પ્લાન્ટ ઊંઝા તેમજ તાલુકાના કોરોના ગ્રસ્ત દર્દીઓ માટે તેમજ આસપાસના વિસ્તારના તમામ કોરોના ગ્રસ્ત દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે.