ઊંઝા : MLA ડો.આશાબેન પટેલ અને ભાજપ ટીમે ગામે ગામ જઇ રસીકરણ કરાવ્યું

ઊંઝા : MLA ડો.આશાબેન પટેલ અને ભાજપ ટીમે ગામે ગામ જઇ રસીકરણ કરાવ્યું

ધારાસભ્ય ડો. આશાબેન પટેલે પણ પહેલા લીધી છે કોરોના ની રસી

ધારાસભ્ય અને ટીમ ભાજપ 2 અને 3 એપ્રિલના રોજ મતવિસ્તારના તમામ ગામડાઓમાં જઈ અને ૪૫ વર્ષથી વધુ ઉંમરના લોકો નું  કરાવી રહ્યા છે રસીકરણ

તાલુકામાં ૪૫ વર્ષથી વધારે ઉંમરના લોકો નું 100% રસીકરણ થાય તે માટેના પ્રશંસનીય પ્રયત્નો

મોર્નિંગ ન્યુઝ ફોકસ, ઊંઝા : મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે તમામ કાર્યકર્તાઓને રસીકરણ અંગે લોકો સુધી માહિતી પહોંચાડવા અને વધુમાં વધુ લોકોને વેક્સિન લેવા માટેની સૂચના આપી છે. જેમાં સ્થાનિક લેવલે ધારાસભ્ય, કોર્પોરેટર અને વોર્ડ પ્રમુખ તેમના વિસ્તારમાં સોસાયટી-મહોલ્લા જઈને વેક્સિનેશન માટેની જાગૃતિ ફેલાવી રહ્યા છે.જે અંતર્ગત ઊંઝાના સક્રિય એવા શ્રેષ્ઠ ધારાસભ્ય એવોર્ડ વિજેતા ડૉ. આશાબેન પટેલ અને એમની ટીમે ગામે ગામે જઇને રસીકરણ અભિયાન હાથ ધર્યું છે.

રાજ્યમાં કોરોના દરરોજ નવો હાઈ બનાવી રહ્યો છે અને 2300થી વધુ કેસો નોંધાય રહ્યાં છે. ફેબ્રુઆરીમાં 300ની અંદર કેસો નોંધાયા હતા.ત્યારે ઊંઝાના ધારાસભ્ય એ પોતાના મતવિસ્તારના ૪૫ વર્ષથી વધારે ઉંમરના લોકોને રસી લેવા માટે જાગૃત કરવા જાગૃતિ અભિયાન હાથ ધર્યું છે જેમાં ગામેગામ જઈને તેઓ ૪૫ વર્ષથી વધુ ઉંમરના લોકોને સમજાવીને રસીકરણ માટે તૈયાર કરી રહ્યા છે અને રસીકરણ કરાવી રહ્યા છે. અત્રે નોંધનીય છે કે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે આજે કોરોના રસીકરણને વેગવંતુ બનાવવા આજે પ્રેસ કોન્ફરન્સ પણ યોજી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે, ભાજપ દ્વારા 4500થી વધુ સેન્ટરો શરૂ કરવામાં આવ્યા છે. જેમાં 1,86,967 કાર્યકરો અને પેજ પ્રમુખો લોકોને રસીકરણ કેન્દ્ર પર લાવવા મુકવાની કામગીરી કરી રહ્યા છે.