ઊંઝા : CM ભુપેન્દ્ર પટેલે ટાઉન હોલ મુદ્દે નગરપાલિકા શાસકોને ટોણો માર્યો, અનાવરણ તકતી બની ચર્ચાનું કેન્દ્ર

ઊંઝા : CM ભુપેન્દ્ર પટેલે ટાઉન હોલ મુદ્દે નગરપાલિકા શાસકોને ટોણો માર્યો, અનાવરણ તકતી બની ચર્ચાનું કેન્દ્ર

મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક, ઊંઝા

(સુના સો ચુના & દિખા સો લિખા) : ઊંઝામાં આજે મુખ્યમંત્રીના હસ્તે ટાઉનહોલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેમાં ટાઉનહોલની અનાવરણ તકતી હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ ચર્ચાનો વિષય બની છે તો બીજી બાજુ અનાવરણ તકતીમાં શહેર ભાજપ પ્રમુખ ના નામ ને લઈને પણ અંદરો અંદર ચણભણાટ શરૂ થયો છે.

મુખ્યમંત્રીએ બ્રાહ્મણવાડા ખાતે જાહેર કાર્યક્રમમાં પોતાની રમૂજી અદામાં નગરપાલિકા પ્રમુખ અને તેમની ટીમની ટોણો મારતા કહ્યું હતું કે, " ટર્મ બદલાતી હોય એટલે પ્રમુખ બદલાઈ જાય,આખી ટીમ બદલાઈ જાય એટલે થોડી ઉતાવળ કરીને...." ટૂંકમાં મુખ્યમંત્રીને પણ કદાચ ક્યાંક ને ક્યાંક એવું લાગ્યું કે ટાઉનહોલના લોકાર્પણમાં પાલિકા દ્વારા ઉતાવળ કરવામાં આવી છે અને માત્ર અને માત્ર પાલિકા પ્રમુખે તકતીમાં પોતાનું નામ લખાવવા માટે ઉતાવળ કરી હોય તેવું તેમના શબ્દો પરથી સ્પષ્ટ પણે જણાઈ આવે છે.

બીજી બાજુ  અનાવરણ તકતી માં શહેર ભાજપ પ્રમુખ ના નામ નો જૂનો હોદ્દો લખી નામ લખતાં કેટલાક કોર્પોરેટરોમાં અંદરો અંદર છૂપો વિવાદ શરૂ થયો હતો એટલું જ નહીં ધારાસભ્ય કાર્યાલય સુધી પણ આ વાત પહોંચી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.વળી અનાવરણ તકતી કેટલાક નામ પાછળ પૂર્વ હોદ્દા લખાયા હોઇ કૌતુક સર્જાયું છે.