'એનિમલ' સહિત પાંચ ફિલ્મોએ બોકસ ઓફીસ પર રૂા.650 કરોડથી વધુ કમાણી કરી

'એનિમલ' સહિત પાંચ ફિલ્મોએ બોકસ ઓફીસ પર રૂા.650 કરોડથી વધુ કમાણી કરી

પઠાન', 'ગદર-2', 'જવાન', 'જેલર','એનિમલ', જેવી ફિલ્મોએ સિનેમાહોલ છલકાવી દીધા: હજુ 'ડંકી', 'સાલાર' પણ નવા રેકોર્ડ તોડે તેવી સંભાવના શાહરૂખ, સન્નીદેઓલ અને રજનીકાંતની હરોળમાં રણબીરનો સમાવેશ.

બોકસ ઓફીસ પર નવા રેકોર્ડ બનવાની સાથે ફિલ્મ મેકર્સનાં આત્મ વિશ્ર્વાસમાં વધારો થયો છે. રણબીરકપુરની 'એનિમલ' સહીત પાંચ ફિલ્મોએ આ વર્ષે ડીસેમ્બર 10 સુધીમાં વર્લ્ડવાઈડ બોકસ ઓફીસ પર રૂા.650 કરોડથી વધુનુ કલેકશન મેળવ્યુ છે. આ મહિનામાં બે બીગ બજેટ ફિલ્મોની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. જેમાં શાહરૂખખાનની ડન્કી અને પ્રભાસની સાલાર પાર્ટી-1 સીઝ ફાયરનો સમાવેશ થાય છે આ બન્ને ફિલ્મોએ જમાવેલા માહોલને જોતા 650 કરોડની કલબમાં યાદી લાંબી થઈ શકે છે

 હાઉસફૂલ થઈ રહેલી આ ફિલ્મે વર્લ્ડવાઈડ બોકસ ઓફીસ પર રૂા.650 કરોડથી વધુ કલેકશન મેળવ્યુ છે. એનિમલ, પહેલા શાહરૂખખાનની જવાન, પઠાણ, રજનીકાંતની જેલર અને સન્ની દેઓલની ગદર-2 ને આ કલબમાં સ્થાન મળ્યુ હતું. ફિલ્મ ટ્રેડ એનાલીસ્ટ રમેશ બાલાએ એકસ પ્લેટફોર્મ પર ટવીટ કર્યુ હતું કે 2023 માં ગ્રોસ રૂા.650 કરોડથી વધુ વર્લ્ડવાઈડ બોકસ ઓફીસ કલેકશન મેળવનારી ફિલ્મોમાં પઠાન, જવાન, જેલન અને ગદર-2 બાદ હવે એનિમલનો પણ સમાવેશ થયો છે.એનિમલ હજુ થીયેટરમાં ચાલી રહી છે.સંદીપ રેડ્ડી વાંગાનાં ડાયરેકશનમાં બનેલી આ ફિલ્મે રિલીઝના 9 દિવસમાં જ વર્લ્ડવાઈડ રૂા.660.89 કરોડનું કલેકશન મેળવ્યુ છે

હિંસક દ્રશ્યો અને મહિલા પર અત્યાચારના કારણે આ ફિલ્મની ટીકા પણ થઈ રહી છે. એડલ્ટ સર્ટીફીકેટ હોવા છતા ઓડીયન્સને આ ફિલ્મ જોવામાં મજા આવી રહી છે. 2023 ના વર્ષમાં વર્લ્ડવાઈડ રૂા.650 કરોડ મેળવનારી પહેલી ફિલ્મ શાહરૂખખાનની જવાન હતી. શાહરૂખની સાથે દિપિકા પાદુકોણ અને જહોન અબ્રાહમનાં રોલ ધરાવતી આ ફિલ્મ પ્રજાસતાક દિને રજુ થઈ હતી અને તેનું લાઈફટાઈમ કલેકશન રૂા.1055 કરોડ રહ્યુ હતું. ત્યારબાદ સન્ની દેઓલની ફિલ્મ ગદર-2 અને રજનીકાંતની ફિલ્મ જેલર ઓગસ્ટમાં રીલીઝ થઈ હતી.રીપોર્ટસ મુજબ ગદર-2 ને રૂા.650 કરોડ અને જેલરને રૂા.686 કરોડથી વધુનુ કલેકશન મળ્યું હતું. જેલર મુળે તમિલ ફિલ્મ હતી જેનુ ડબ્ડ વર્ઝન હિન્દી, કન્નડ અને તેલુગુમાં રીલીઝ થયુ હતું. 

 બીજી ફિલ્મ જવાનને વર્લ્ડવાઈડ રૂા.1160 કરોડનું કલેકશન મળ્યુ હતું. આ વર્ષે શાહરૂખખાનની ત્રીજી ફિલ્મ ડન્કી આવી રહી છે તેની સીધી ટકકર પ્રભાસની ફિલ્મ સાલાર સાથે થવાની છે. પ્રભાસની ફીલ્મ એકશન થ્રિલર છે.જયારે ડન્કીમાં સોશ્યલ કોમેડીની સાથે ગેરકાયદે ઈમિગ્રેશનનાં ગંભીર વિષયની ચર્ચા છે. બે અલગ-અલગ જોનરની ફિલ્મો વચ્ચે સીધી ટકકરની સ્થિતિમાં ઓડીયન્સની ઉત્સુકતા વધી રહી છે.હાલની સ્થિતિએ તો આ બન્ને ફિલ્મ પણ રૂા.650 કરોડથી વધુનુ કલેકશન મેળવે તેવી શકયતા છે.