ઊંઝા : નગર પાલિકાની ચુંટણીમાં ભાજપને હારનો ડર : આરોગ્યમંત્રી ઓક્સિજન આપવામાં સફળ થશે ખરા?

ઊંઝા : નગર પાલિકાની ચુંટણીમાં ભાજપને હારનો ડર : આરોગ્યમંત્રી ઓક્સિજન આપવામાં સફળ થશે ખરા?

નગર પાલિકાની અઢી વર્ષની નબળી કામગીરી હોઇ ભાજપ પાસે કોઈ નક્કર વિકાસના મુદ્દાનો અભાવ

અઢી વર્ષ ભાજપ શાસિત નગર પાલિકા વિકાસને બદલે સતત વિવાદોમાં રહી.

ધારાસભ્ય અને પાલિકા પ્રમુખના વોર્ડમાં જ ભાજપને જીતના ફાંફા

મોર્નિંગ ન્યુઝ ફોકસ ( સુના સો ચુના) : ઊંઝા નગરપાલિકાની વોર્ડ નંબર 2 ની ચૂંટણીમાં હવે અપક્ષ અને ભાજપ વચ્ચે જંગ જામ્યો છે, ત્યારે વર્તમાન માહોલને જોતા ક્યાંક ને ક્યાંક ભાજપને હારનો ડર સતાવી રહ્યો છે. જેને લઈને હવે ભાજપે એક સામાન્ય વોર્ડની ચૂંટણી જીતવા માટે મોટા ગજાના નેતાઓનો સહારો લેવો પડી રહ્યો છે.

ભાજપના પ્રચાર માટે આજે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સભા સંબોધવાના છે ત્યારે પ્રશ્ન એ થાય છે કે શું ઋષિકેશ પટેલ ના ભાષણોથી ભાજપને જીતનો ઓક્સિજન મળી શકશે ખરો?

અત્રે નોંધનીય છે કે જ્યારે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ ચૂંટણી લડી રહ્યા હતા ત્યારે તેમની ખુદની જીત પણ કઠિન હતી.પરંતુ માત્ર અને માત્ર મોદીજી ના નામે ઋષિકેશ પટેલ છેવટે ચૂંટણી જીતી અને આરોગ્ય મંત્રી બની ગયા પણ વાસ્તવિક હકીકત એ છે કે આરોગ્ય મંત્રી બન્યા પછી તેમની આરોગ્ય લક્ષી કામગીરી હજુ સુધી કોઈ નોંધપાત્ર હોય એવું અનુભવાતું નથી.