કેન્દ્રીય કૃષિ મંત્રી રૂપાલાએ કબૂલ્યું કે કૃષિ સુધારા બીલથી એપીએમસીઓ ની સેસ ની આવકમાં ઘટાડાની આશંકા છે

નવા કૃષિ સુધારા બિલ માં મુક્ત વેપાર અમલમાં આવશે પણ એપીએમસીઓની સેસ આવકમાં ઘટાડો થઈ શકે છે.

કેન્દ્રીય કૃષિ મંત્રી રૂપાલાએ કબૂલ્યું કે કૃષિ સુધારા બીલથી એપીએમસીઓ ની સેસ ની આવકમાં ઘટાડાની આશંકા છે

મોર્નિંગ ન્યુઝ ફોકસ વિજાપુર :  આજે મહેસાણા જિલ્લાના વિજાપુર ખાતે એક કૃષિ સંમેલન યોજવામાં આવ્યું હતું જેમાં કેન્દ્રીય કૃષિ મંત્રી પુરુષોત્તમ રૂપાલા ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે કૃષિ સુધારા ના નવા બિલ અંગે ખેડૂતોને સાચી સમજ આપી હતી. તેમણે ખેડૂતોને કોન્ટ્રાક્ટ ફાર્મિંગ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે આ બિલ થી કોઈ પણ ખેડૂત ની જમીન કોઈ હડપ કરી શકતું નથી. પરંતુ આ નવા કૃષિ સુધારા બિલ માં ખેડૂત એપીએમસી ની બહાર મુક્તપણે પોતાની જણસ વેચી શકે છે જેના ઉપર કોઈ પણ પ્રકારનો ચાર્જ લાગશે નહીં જેથી અંતે ખેડૂતને જ ફાયદો થનાર છે.

તો બીજી બાજુ કેન્દ્રીય કૃષિમંત્રી રૂપાલાજી એ કબૂલ્યું હતું કે નવા કૃષિ સુધારા બિલ માં મુક્ત વેપાર અમલમાં આવશે એપીએમસી ની બહાર ખેડૂત પોતાની જણસ વેચી શકશે તેનાથી એપીએમસીઓને એક નુકસાને જશે કે તેની સેસ આવકમાં ઘટાડો થઈ શકે છે. આમ તેમણે આ કાયદાથી એપીએમસીની સેસની આવકમાં ઘટાડાની આશંકા વ્યક્ત કરી હતી. તો તેમણે એમ પણ જણાવ્યું હતું કે આ બાબતે એપીએમસીના હોદ્દેદારો સરકારમાં રજૂઆત કરશે તો એના માટે પણ કંઈક વિચાર કરાશે અને તેનો સુખદ ઉકેલ કાઢવામાં આવશે. રૂપાલાજીએ નવા કૃષિ સુધારા બિલથી ખેડૂતોને ગુમરાહ ન થવાની અપીલ કરી હતી.