Breaking : રૂપાણી સરકારનો મોટો નિર્ણય : ગુજરાતમાં લોકડાઉન નહીં, 4 મહાનગરો સહિત 20 જિલ્લામાં રાત્રી કરફ્યુ સહિત શુ થઈ જાહેરાત ?

Breaking : રૂપાણી સરકારનો મોટો નિર્ણય : ગુજરાતમાં લોકડાઉન નહીં, 4 મહાનગરો સહિત 20 જિલ્લામાં રાત્રી કરફ્યુ સહિત શુ થઈ જાહેરાત ?

મોર્નિંગ ન્યુઝ ફોકસ, ગાંધીનગર :  મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની અધ્યક્ષતામાં સુરત ખાતે મળેલી ઉચ્ચસ્તરીય બેઠક બાદ લોકોમાં એવી ચર્ચાઓ ચાલતી હતી કે કદાચ ગુજરાતમાં હાઇકોર્ટની ટકોર બાદ ત્રણથી ચાર દિવસ માટે મીની lockdown લાદવામાં આવી શકે છે. પરંતુ ત્યારબાદ મુખ્યમંત્રી ના અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતે હાઈ પાવર કમિટીની એક બેઠક મળી હતી. જેમાં ગુજરાત માં કોઈપણ પ્રકારનું lockdown લાદવામાં નહીં આવે એવી સ્પષ્ટ જાહેરાત થઈ ચૂકી છે. પરંતુ ચાર મહાનગરો ને બદલે 20 જિલ્લાઓમાં રાત્રે આઠ વાગ્યાથી સવારના છ વાગ્યા સુધી કરફ્યુ લાદવામાં આવી દીધો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર મુખ્યમંત્રી વિજય રૂપાણી અધ્યક્ષતામાં મળેલી હાઈ લેવલની ઉચ્ચસ્તરીય બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે. જેમાં 30 એપ્રિલ સુધી શનિ રવિ દરેક સરકારી કચેરીઓમાં રજા રહેશે. એટલું જ નહીં પરંતુ લગ્ન સમારંભોમાં પણ ૧૦૦ કરતાં વધારે વ્યક્તિઓને આમંત્રણ નહીં આપી શકાય. તો વળી તમામ સામાજિક અને રાજકીય મોટા કાર્યક્રમો પર રોક લગાવી દેવામાં આવી છે. એટલું જ નહીં પરંતુ કોરોના નું સંક્રમણ આગળ ન વધે તે માટે ચાર મહાનગરો સહિત જુદા જુદા 20 જિલ્લાઓમાં રાત્રે આઠ વાગ્યાથી સવારના છ વાગ્યા સુધી કરફ્યુ લાદી દેવામાં આવ્યો છે.