Breaking : AAP ના આ દિગગજ નેતા પર સોમનાથ મંદિરના પ્રાંગણમાં થયો હુમલો, જાણો સમગ્ર ઘટના

Breaking : AAP ના આ દિગગજ નેતા પર સોમનાથ મંદિરના પ્રાંગણમાં થયો હુમલો, જાણો સમગ્ર ઘટના

મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : આમ આદમી પાર્ટી દ્વારા આજથી જ સંવેદના અભિયાન શરૂ કરવામાં આવી રહ્યું છે ત્યારે આ અભિયાનની શરૂઆત સોમનાથ મહાદેવના દર્શન કરીને ત્યાંથી શરૂઆત કરવાની હતી ત્યારે જ્યારે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે જઈ રહ્યા હતા ત્યારે મંદિરના પ્રાંગણમાં તેમના પર હુમલો કરવામાં આવ્યો હોવાના સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે.

ગોપાલ ઇટાલીયા પર સોમનાથ મંદિરના પ્રાંગણમાં થયેલા હુમલા સંદર્ભે આપના પ્રવક્તા યોગેશ જાદવાણી એ જણાવ્યું હતું કે હાલમાં ગુજરાતમાં જે રીતે આમ આદમી પાર્ટીનો વ્યાપ વધી રહ્યો છે, તેની લોકપ્રિયતા સહન નહીં થતાં શિક્ષણ આરોગ્ય જેવા મુદ્દાઓથી ભટકી ને માત્રને માત્ર સત્તામાં ટકી રહેવા માટે ભાજપના કાર્યકર્તાઓ દ્વારા ગોપાલ ઇટાલીયા પર હુમલો કરવામાં આવ્યો છે. યોગેશ જાદવાણીએ ભાજપની આ હલકી કક્ષાની રાજનીતિ ને વખોડી કાઢી છે. અત્રે નોંધનીય છે કે ગોપાલ ઇટાલીયા પર થયેલા હુમલામાં તેમનો આબાદ બચાવ થયો છે. એટલું જ નહિ ઈશુદાન ગઢવી સામે પણ અપશબ્દો બોલાયા હોવાની વાત સામે આવી છે. ત્યારે આ ઘટનાને લઈને વધુ એકવાર ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.