Breaking : Dy. CM નીતિન પટેલ કોરોના પોઝિટિવ : 5 માર્ચે લીધી હતી કોરોનાની રસી

Breaking :  Dy. CM નીતિન પટેલ કોરોના પોઝિટિવ : 5 માર્ચે લીધી હતી કોરોનાની રસી

મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : ભાજપના અનેક નેતાઓ કોરોના પોઝિટિવ થયા હોવાના સમાચારો સામે આવ્યા છે. ત્યારે જ્યારથી કોરોનાની ગુજરાતમાં એન્ટ્રી થઇ છે ત્યારથી આજદિન સુધી સતત પ્રજાની વચ્ચે રહીને લોકસેવાના કાર્યો કરનાર નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ કોરોના પોઝિટિવ હોવાના સમાચારો સામે આવ્યા છે. હાલમાં યુએન મહેતા હોસ્પિટલમાં તેઓ સારવાર લઈ રહ્યા છે. ગઈકાલે તેઓ ગૃહમંત્રી અમિત શાહ સાથે તેઓ સતત સાથે રહ્યા હતા. નીતિન પટેલની આજે તબિયત ખરાબ થતાં તેઓએ ટેસ્ટ કરાવ્યો હતો. જેમાં તેઓનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે.

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ આજે કોરોના પોઝીટીવ આવ્યાના સમાચાર આવ્યા છે. તેઓને યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ગઈકાલે પણ તેઓ ગૃહમંત્રી અમિત શાહ સાથે તેઓ સતત સાથે રહ્યા હતા. નીતિન પટેલની આજે તબિયત ખરાબ થતાં તેઓએ ટેસ્ટ કરાયો હતો.તેઓને પ્રાથમિક લક્ષણો જણાંતા ટેસ્ટ કરાયો હતો. જેમાં તેઓનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા પણ કોરોના ની રસી લેવામાં આવી હતી. નીતિન પટેલે ટ્વિટ દ્વારા રસી લીધી હોવાનું જણાવતા કહ્યું હતું કે, " અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ ખાતે કોવિડ-૧૯ની રસી લીધી. આ રસી એકદમ સલામત છે અને તેની કોઈ આડઅસર થતી નથી આપણે કોરોના મહામારી સામેની લડતમાં ત્યારે જ સફળ થઈશું જ્યારે દરેક નાગરિક રસી લેશે. મારી દરેક નાગરિકોને નમ્ર વિનંતી છે કે કોરોના રસી લઈ પોતાને અને સમાજને આ મહામારીથી સુરક્ષિત કરીએ."