Breaking: સુરત SMC કમિશ્નર શાલીની અગ્રવાલે લીધો મોટો નિર્ણય : અધિકારીઓમાં કહી ખુશી, કહી ગમ

Breaking: સુરત SMC કમિશ્નર શાલીની અગ્રવાલે લીધો મોટો નિર્ણય : અધિકારીઓમાં કહી ખુશી, કહી ગમ

મોર્નિંગ ન્યુઝ ફોકસ (જશવંત પટેલ) :  સુરત મનપા કમિશનર શાલીની અગ્રવાલે બુધવારે મનપાના વિવિધ વિભાગીય વડાઓની બદલીનો ગંજીપો ચીપતા મનપાના વહીવટમાં મોટા ફેરફારો આવ્યા છે.

મનપા કમિશનરે કરેલા નવા ઓર્ડરમાં ઇન્ચાર્જ ડેપ્યુટી કમિશનર કેતન દેસાઈ પાસેથી મહત્વના એવા બરાજ, રીવરફ્રન્ટ, ડુમસ સી ફેઈસ વગેરે પ્રોજેકટ છીનવી લેવાયા છે તેમજ સરકારે ડેપ્યુટેશન પર મોકલેલા ડેપ્યુિટી કમિશનર બી.કે. પટેલને આ પ્રોજેકટ સોંપી દેવાયા છે. હવે કેતન દેસાઈ કાર્યપાલક ઈજનેર તરીકે અમુક પ્રોજેકટનું મોનિટરીંગ કરશે તેમજ હાલ ઇન્ચાર્જ એડીશનલ સિટી ઈજનેર બનાવાયા છે

ડી.સી. ભગવાકરને તેના હયાત વિભાગો ઉપરાંત રોડ એન્ડ ડેવલોપમેન્ટ અને આઉટ રીગરોડ પ્રોજેકટ જેવો મહત્વનો વિભાગ આપ્યો છે. ચીફ એકાઉન્ટ આરીવાલા પર એસીબી કેસના પગલે વિવાદમાં આવેલા એકાઉન્ટ વિભાગનો હવાલો ડેપ્યુટી કમિશનર કમલેશ નાયક પાસેથી લઈને ફરીથી સ્વાતિ દેસાઈને સોંપાયો છે. જ્યારે ડેપ્યુટી કમિશનર નિલેશ પટેલને પબ્લીક ઇન્ફાસ્ટ્રકચર સેલ, સ્વિમિંગપુલ અને સેન્ટ્રલ ડીઝાઈન સેલ અપાયા છે. જ્યારે એડીશનલ સિટી ઈજનેર જતીન દેસાઈને પણ મહત્વનો એવો બ્રિજ સેલ, સાયન્સસેન્ટર, અઠવા ઝોન,ઇન્ડોર સ્ટેડીયમ વગેરે સોંપાયા છે. એડીશનલ સિટી ઈજનેર મહેશ ચાવડાને બાયોડાવર્સિટીપાર્ક અને એફોર્ડેબલ હાઉસીંગ સેલની મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે.