દિવસ પૂરો થયા પહેલા જ ખત્મ થઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ? ડેટા બચાવવા માટે સેટિંગમાં કરો આ સામાન્ય ફેરફાર

દિવસ પૂરો થયા પહેલા જ ખત્મ થઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ? ડેટા બચાવવા માટે સેટિંગમાં કરો આ સામાન્ય ફેરફાર

Mnf network:  ડેટા બચાવવા માટે સેટિંગમાં કરો આ ફેરફાર

જો તમે તમારા ફોનમાં ડેટા સેવ કરવા ઈચ્છો છો તો તમારા ફોનના સેટિંગમાં જઈ ડેટા સેવર મોડને ઈનેબલ કરી દો.

તેના માટે તમારે કંઈ કરવાની જરૂર નથી બસ ફોનના સેટિંગમાં જાવ, ત્યારબાદ કનેક્શન પર ક્લિક કરો, ડેટા યૂઝ પર ક્લિક કર્યા બાદ ડેટા સેવરના ઓપ્શન પર ક્લિક કરો.

આ પ્રોસેસ બાદ તમે સિલેક્ટ કરી શકશો કે બેકગ્રાઉન્ડમાં કઈ એપ ડેટાનો ઉપયોગ કરી શકે છે અને કંઈ એપ નહીં.

ડેટા લિમિટને સેટ કરી દો

ડેટા લિમિટ સેટ કરવા માટે ફોનના સેટિંગમાં જાવ અને કનેક્શન પર ક્લિક કરો.

ત્યારબાદ ડેટા યુઝના ઓપ્શન પર ક્લિક કરો.

ત્યારબાદ સેટ ડેટા વોર્નિગને ઈનેબલ કરી દો.

તે પછી ડેટા વોર્નિગ પર જાવ અને પોતાના દરરોજના ઈન્ટરનેટ વપરાશની લિમિટ સેટ કરી દો.

જેવા જ તમે તમારી સેટ કરેલી ડેટા લિમિટને પુરી કરશો, તમારા ફોનમાં ઈન્ટરનેટ કામ કરવાનું બંધ કરી દેશે. તમને જણાવી દઈએ કે તમે ઈચ્છો ત્યારે આ સેટિંગમાં ફેરફાર કરી શકો છો અને પોતાની જરૂરિયાત મુજબ તેને એડજસ્ટ કરી શકો છો.

ફોનમાં ઓટો અપડેટના ઓપ્શનને બંધ રાખો, જરૂર પડવા પર કોઈ પણ અથવા સોફ્ટવેરને મેન્યુઅલી અપડેટ કરો. તેના માટે થોડા દિવસે અપડેટ ચેક કરી શકો છો.