સુરતમાં વહેલી સવારે સાંબેલાધાર વરસાદ : વી આઇ પી રોડ પરની સોસાયટીઓમાં પાણી ભરાયાં

સુરતમાં વહેલી સવારે સાંબેલાધાર વરસાદ : વી આઇ પી રોડ પરની સોસાયટીઓમાં પાણી ભરાયાં

આજે વહેલી સવારે સુરતના વેસુ ભરથાણા વિસ્તારમાં જબરજસ્ત વરસાદ ખાપટ્યો હતો જેને લઈને અનેક ઠેકાણે પાણી ભરાયા હોવાની રાવ ઉઠી હતી.

સુરતના વેસુ - ભરથાણા ખાતે વીઆઈપી રોડ પર આવેલ કેટલીક સોસાયટીઓની આગળ પાણી ભરાયા હતા. જેમાં સુમન ભાર્ગવ અને ભગવાન મહાવીર કોલેજ પાસે ઘૂંટણ સમા પાણી ભરાઈ જવાને કારણે લોકો પોતાના કામ ધંધે જઈ શક્યા ન હતા.

તો બીજી બાજુ વિદ્યાર્થીઓ ને શાળામાં જવામાં પણ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. અનેક વિદ્યાર્થીઓ શાળાએ જઈ શક્યા ન હતા. ભગવાન મહાવીર કોલેજમાં અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓ કોલેજ જઈ શકે તેવી સ્થિતિ ન રહી હતી.

કારણ કે કોલેજ આગળ કેડ સમા પાણી ભરાયેલા હતા. કેટલાક વાલીઓએ પોતાના વિદ્યાર્થીઓને ખભે બેસાડીને શાળાએ પહોચાડ્યા હતા.