આનંદો ! શાળાના કર્મચારીઓને માસિક રૂ.1,000 તબીબી ભથ્થું મળશે

આનંદો ! શાળાના કર્મચારીઓને માસિક રૂ.1,000 તબીબી ભથ્થું મળશે

મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : રાજ્યની અનુદાનિત (ગ્રાન્ટેડ) હાઈસ્કૂલોની માફક ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાના કર્મચારીઓના માસિક તબીબી ભથ્થામાં પણ રૂ.700નો વધારો કરવામાં આવ્યો છે. ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાના કર્મચારીઓને તબીબી ભથ્થા પેટે અત્યાર સુધીમાં માસિક રૂ.300 મળતા હતી જે વધીને હવે રૂ.1,000 ચુકવાશે.

ગત 24મી સપ્ટેમ્બર-2022ના રોજ રાજ્ય સરકારના તેમજ પંચાયત સેવાના કર્મચારીઓ અને પેન્શનરોને મળવાપાત્ર પ્રતિ માસ રૂ.300 તબીબી ભથ્થામાં વધારો કરી રૂ.1 હજાર કર્યાનો ઠરાવ પ્રસિદ્ધ થયો હતો. ત્યાર બાદ શાળા કમિશનર કચેરીમાં ગ્રાન્ટેડ શાળાના કર્મીઓએ પણ માગ કરી હતી. જે સંદર્ભે ગત ઓક્ટોબર-2022ના રોજ શિક્ષણ વિભાગે આ કર્મીઓના માસિક ભથ્થામાં પણ રૂ.700 વધારો કર્યો હતો. એ પછી પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી દ્વારા ગત 3 મે-2023ના રોજ શિક્ષણ વિભાગમાં પત્ર કર્યો હતો કે, બિન સરકારી અનુદાનિત પ્રાથમિક શાળાઓના શૈક્ષણિક કર્મચારીઓને હાલમાં મળતાં પ્રતિ માસ રૂ.300ના તબીબી ભથ્થામાં વધારો કરી પ્રતિ માસ રૂ.1,000 ચુકવવામાં આવે. નિયામક કચેરીના આ પત્રને વંચાણે લીધા બાદ શિક્ષણ વિભાગ દ્વારા આ કર્મારીઓને પણ માસિક રૂ.1,000નું તબીબી ભથ્થુ ચુકવાય તે અંગે સત્તાવાર ઠરાવ પ્રસિદ્ધ કર્યો છે.