લુલુ ગ્રુપ અમદાવાદમાં સૌથી મોટો શોપિંગ મોલ ખોલશે

લુલુ ગ્રુપ અમદાવાદમાં સૌથી મોટો શોપિંગ મોલ ખોલશે

 Mnf network:  વાઇબ્રન્ટ ગુજરાત સમિટનો આજે બીજો દિવસ છે. આજે કેટલાય દેશોના સેમિનાર આયોજિત કરવામાં આવશે. ભારત- અમેરિકા અને ભારત-કેનેડા વ્યૂહાત્મક ભાગીદારી પર સેમિનાર થશે. વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં અનેક ઉદ્યોગપતિઓ અનેક મોટી જાહેરાતો કરી રહ્યા છે. સ્ટીલ કિંગ લક્ષ્‍મી મિત્તલે ગુજરાતમાં વિશ્વનો સૌથી મોટો સ્ટીલ પ્લાન્ટ અને સુઝુકીએ મોટી જાહેરાત કર્યા બાદ યુનાઈટેડ આરબ અમીરાત (UAE) સ્થિત પીઢ ઉદ્યોગપતિ યુસુફ અલીનું લુલુ ગ્રુપ ઇન્ટરનેશનલ ગુજરાતમાં આવવાની તૈયારી કરી દીધી છે.

ગ્રુપ અમદાવાદમાં દેશનો સૌથી મોટો શોપિંગ મોલ સ્થાપવા માટે કંપની રૂ. 4000 કરોડનું મૂડીરોકાણ કરશે.