નીરજ ચોપરાએ કર્યા મોદી સરકારના ભરપેટ વખાણ, "ખેલાડીઓ નિર્ભય બન્યા"

નીરજ ચોપરાએ કર્યા મોદી સરકારના ભરપેટ વખાણ, "ખેલાડીઓ નિર્ભય બન્યા"

સરકારના સહકારથી દેશમાં રમતગમત ગતિશીલતા બદલાઈ: ગોલ્ડન બોય

સપોર્ટને કારણે એશિયન અને પેરા એશિયન ગેમ્સમાં મળી મોટી સફળતા

2024 ઓલિમ્પિકની રમતોમાં પોતાની અપેક્ષાઓ વિશે પણ વાત કરી

Mnf net work : ખેલાડી નીરજ ચોપરાએ દિલ્હી ખાતે એક કાર્યક્રમમાં ભાગ લીધો હતો. કાર્યક્રમમાં નીરજ ચોપરાએ ભારત સરકારના ભરપેટ વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે સરકારના સહકારથી દેશમાં રમતગમત ગતિશીલતા બદલાઈ રહી છે.

દિલ્હી ખાતે આયોજિત કાર્યક્રમમાં ભાગ લેતા નીરજ ચોપરાએ ભારત સરકાર દ્વારા રમતગમત માટે કરવામાં આવતા સપોર્ટને લઈને કહ્યું હતું. તેમણે ખેલાડીઓને સપોર્ટ કરવા બદલ ભારત સરકારની પ્રશંસા કરી હતી અને સરકારના સપોર્ટને એશિયન ગેમ્સની સફળતા પાછળનું એક કારણ ગણાવ્યું હતું. 

નીરજ ચોપરાએ પોતાની ઈજામાંથી રિકવર થવા અંગે અને 2024 ઓલિમ્પિકની રમતોમાં પોતાની અપેક્ષાઓ વિશે પણ વાત કરી હતી. તો સાથે સાથે તેમણે યુવાનો અને ખેલાડીઓને સલાહ પણ આપી હતી.  હવે ખેલાડીઓ ઘણા જ નિર્ભય અને સક્ષમ બન્યા છે.