રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે PM મોદી રાખશે ઉપવાસ, સરયૂ નદીમાં કરી શકે છે સ્નાન

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે PM મોદી રાખશે ઉપવાસ, સરયૂ નદીમાં કરી શકે છે સ્નાન

Mnf network: અયોધ્યામાં 22 જાન્યુઆરીએ યોજાનાર રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. રામ મંદિર માટેની મૂર્તિની પસંદગી પણ કરવામાં આવી છે. વિદ્વાનોના જણાવ્યા અનુસાર, આ દિવસે શાસ્ત્રીય વિધિ અને પરંપરા અનુસાર યજમાનને આખો દિવસ ઉપવાસ કરવો પડે છે અને તમામ ધાર્મિક વિધિઓ પૂર્ણ કરવી પડે છે.

 વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ ખાસ દિવસ ઉપવાસ રાખશે. આ પહેલા 16 જાન્યુઆરીએ પીએમ મોદીના સંકલ્પબદ્ધ અક્ષતને અયોધ્યા લઈ જવામાં આવશે. અક્ષતના આગમન બાદ 7 દિવસની વિધિ શરૂ થશે.

વિદ્વાનોના જણાવ્યા અનુસાર, આ દિવસે શાસ્ત્રીય વિધિ અને પરંપરા અનુસાર યજમાનને આખો દિવસ ઉપવાસ કરવો પડે છે અને તમામ ધાર્મિક વિધિઓ પૂર્ણ કરવી પડે છે. પીએમ મોદી અભિષેક કાર્યક્રમ કરવાના હોવાથી તેઓ આખો દિવસ ઉપવાસ કરશે.

 વિધિ અનુસાર મંદિરમાં પ્રાણધાન સમયે પ્રથમ પ્રાયશ્ચિતની વિધિ કરવામાં આવે છે. ત્યાર બાદ સંકલ્પ કરવામાં આવશે. બાદમાં મંત્રોચ્ચાર સાથે પૂજા કરવામાં આવશે.

 આ સાથે મહંત મિથિલેશ નંદાણી શરણે જણાવ્યું કે પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં ભાગલેનાર યજમાન માટે પવિત્ર નદીમાં સ્નાન કરવું પણ જરૂરી છે. ત્યારે પીએમ મોદી અયોધ્યાની પવિત્ર સરયૂ નદીમાં સ્નાન પણ કરી શકે છે.