સુરતને ' ક્લીન સીટી' બાદ હવે નવી ઓળખ અપાવવા SMC કમિશ્નર અને અધિકારીઓ પ્રયત્નશીલ, જાણીને કરશો પ્રસંશા

સુરતને ' ક્લીન સીટી' બાદ હવે નવી ઓળખ અપાવવા SMC કમિશ્નર અને અધિકારીઓ પ્રયત્નશીલ, જાણીને કરશો પ્રસંશા

મોર્નિંગ ન્યુઝ ફોકસ (જશવંત પટેલ) : સુરતમાં સરસાણા કન્વેનશન ખાતે આજથી ત્રિ દિવસીય સ્માર્ટ સિટીઝ, સ્માર્ટ અર્બનાઈઝેશન નેશનલ સમીટનો પ્રારંભ થયો છે. જેમાં 34 જેટલી સ્માર્ટ સિટીને એવોર્ડ્સ આપવામાં આવશે. આ સમીટમાં દેશના ૧૦૦ જેટલા શહેરોના ડેલિગેટ્સ આવનાર છે ત્યારે સ્માર્ટ સિટી સુરત અને પણ ત્રણ એવોર્ડ પ્રાપ્ત થશે.

છેલ્લા કેટલાક સમયથી સુરતને સ્વચ્છ શહેર બાદ પ્રદૂષણ મુક્ત શહેર (Clean City, Green City) બનાવવા માટે સુરત મહાનગરપાલિકાના કમિશનર બંછાનિધિ પાની તેમજ અધિકારીઓ સતત પ્રયત્નશીલ રહ્યા છે. જોકે સમગ્ર દેશમાં સૌથી લાંબો સાયકલ ટ્રેક સુરત મહાનગરપાલિકાએ સૌપ્રથમવાર તૈયાર કર્યો છે. એટલું જ નહીં પરંતુ લોકો દ્વારા સાયકલનો ઉપયોગ વધારે થાય તે માટે અવારનવાર જુદા જુદા ઇવેન્ટ નું પણ આયોજન કરવામાં આવે છે.

જોકે સુરત મહાનગરપાલિકાના કમિશનર અને અધિકારીઓની આ કામગીરી બાદ સુરતીઓમાં પણ ખાસ્સી એવી જાગૃતિ જોવા મળી રહી છે. માત્ર વહેલી સવારે જ નહીં પરંતુ સમગ્ર દિવસ દરમિયાન શહેરમાં અનેક ઠેકાણે લોકો પોતાની પાસે ટુ વહીલર, ફોરવહીલર હોવા છતાં પણ સાયકલ સવારી કરતા નજરે જોવા મળી રહ્યા છે. ત્યારે જો આમને આમ લોકજાગૃતિ સતત આગળ વધ્યા કરશે તો એક સમયે સુરત પ્રદૂષણ મુક્ત શહેર ચોક્કસથી બની શકશે.

સુરત શહેરને પ્રદૂષણ મુક્ત બનાવવા માટે સુરત મહાનગરપાલિકાના કમિશનર અને કર્મચારીઓ સતત પ્રયત્નશીલ છે જેના ભાગરૂપે સુરત ગ્રીન સીટી નો દરજ્જો મેળવવા સક્રિય બન્યું હોવાનું પ્રતીક હાલમાં યુનિવર્સિટી રોડ પર અણુવ્રત દ્વાર પાસે મૂકવામાં આવેલ છે. જેમાં સાયકલ નું એક સિમ્બોલ મુકીને લોકોને સાયકલિંગ માટે વધુને વધુ પ્રોત્સાહિત કરવાનો અનુરોધ કરાયો છે. જોકે લોકો પણ હવે ધીમે ધીમે જાગ્રત થઈ રહ્યા છે. ત્યારે આવનાર સમયમાં સુરતને સ્વચ્છ સુરત ઉપરાંત ' પ્રદુષણમુક્ત સુરત' પણ એવોર્ડ પ્રાપ્ત થશે એ નિશ્ચિત છે.