અમદાવાદ સાચવજો, આ વિસ્તારમાં આવી ગયા કોરોના પોઝિટિવ કેસ

અમદાવાદ સાચવજો, આ વિસ્તારમાં આવી ગયા કોરોના પોઝિટિવ કેસ

સરખેજ અને રાણીપમાં નોંધાયા કોરોના કેસ

ગઈકાલે પાંચ જ્યારે આજે બે કેસ પોઝિટિવ

સિંગાપોરથી પરત ફર્યા બાદ એક વ્યક્તિ પોઝિટિવ

Mnf network:  અમદાવાદમાં કોરોનાના વધુ બે કેસ પોઝિટિવ સામે આવ્યા છે. જેમાં સરખેજ અને રાણીપમાં કોરોના કેસ નોંધાયા છે. ગઈકાલે પાંચ જ્યારે આજે બે કેસ પોઝિટિવ છે. સિંગાપોરથી પરત ફર્યા બાદ એક વ્યક્તિ કોરોના પોઝિટિવ આવ્યો છે

અગાઉ અમદાવાદમાં કોરોનાના 11 કેસની વાત કરીએ તો તેમાં 7 પુરુષ અને 4 મહિલા દર્દીઓના સમાવેશ થાયો હતો. નોંધાયેલા કેસમાં થલતેજ, બોડકદેવ, નવરંગપુરા, સાબરમતી, એસપી સ્ટેડિયમ, વટવા અને જોધપુરમાં કોરોના વાયરસના નવા કેસ નોંધાયા હતા. સંક્રમિત દર્દીઓ દુબઇ, કેરેલા, હૈદરાબાદ, અમેરિકા, કેનેડા, કઝાકસ્તાનથી આવ્યા હોવાનું સામે આવ્યું છે. આ સાથે જ શહેરમાં હાલ કોવિડના 33ની જગ્યાએ 35 એક્ટિવ કેસ થયા છે.

રાજ્યમાં કોરોના ટેસ્ટિંગ પ્રક્રિયા શરૂ કરવાની તૈયારી કરાઈ રહી છે. ક્રિસમસની રજાને લઈને આજથી કામગીરી શરૂ કરાઇ છે. હાલ અસારવા સિવિલ હોસ્પિટલ, શારદાબેન હોસ્પિટલ અને SVP હોસ્પિટલમાં દર્દી આવે ત્યારે ટેસ્ટિંગ કરવામાં આવે છે.