પ્રથમ વાર ધો.1માં 6 વર્ષનાં બાળકોના પ્રવેશ થયા,બાલવાટિકા શરૂ કરાઈ

પ્રથમ વાર ધો.1માં 6 વર્ષનાં બાળકોના પ્રવેશ થયા,બાલવાટિકા શરૂ કરાઈ

ધોરણ.1માં પ્રવેશ માટેની વયમર્યાદા ચાલુ વર્ષે પ્રથમ વાર વધારીને 6 વર્ષ કરવામાં આવી

6વર્ષની વયમર્યાદા કરાતાં ધોરણ.1માં વિદ્યાર્થીઓની સંખ્યામાં 7.70લાખ જેટલો ઘટાડો

શિક્ષણ નીતિ અંતર્ગત દરેક સરકારી પ્રાથમિક શાળામાં બાલવાટિકા શરૂ કરવાનો નિર્ણય

Mnf network:  ગુજરાત વિદ્યાર્થીઓ સેન્ટ્રલ બોર્ડના વિદ્યાર્થીઓ સાથે કોમ્પિટિશન કરી શકે એ માટે ગુજરાત બોર્ડ સંલગ્ન સ્કૂલમાં ધોરણ.1માં પ્રવેશ માટેની વયમર્યાદા ચાલુ વર્ષે પ્રથમ વાર વધારીને 6 વર્ષ કરવામાં આવી.

6 વર્ષની વય મર્યાદા કરાતાં ધોરણ.1માં વિદ્યાર્થીઓની સંખ્યામાં 7.70 લાખ જેટલો માતબર ઘટાડો થયો. બીજી તરફ રાજ્યમાં જૂન-2023ના શરૂ થતા શૈક્ષણિક નવી શિક્ષણ નીતિ અંતર્ગત દરેક સરકારી પ્રાથમિક શાળામાં બાલવાટિકા શરૂ કરવાનો નિર્ણય લેવાયો હતો. બાલવાટિકામાં 5 વર્ષ કે તેથી વધુ અને 6 વર્ષથી ઓછી વય ધરાવતાં બાળકોને પ્રવેશ આપવાની જોગવાઈ કરાઈ છે.