સાયબર જાગૃતિ અને અવેરનેસ ની થીમ પર ગણેશજીની મૂર્તિની સ્થાપના

સાયબર જાગૃતિ અને અવેરનેસ ની થીમ પર ગણેશજીની  મૂર્તિની સ્થાપના

Mnf network .: સુરત શહેરમાં આજે હજારો ગણેશજીની મૂર્તિનું સ્થાપન કરાવ્યું છે. ત્યારે ગણેશ મંડપોને વિવિધ થીમોથી શણગારવામાં આવ્યા છે. સુરત સાયબર સેલ દ્વારા લોકોમાં સાયબર પ્રત્યે જાગૃતિ અને અવરનેસ આવે તે માટે ખાસ સાયબર ઓવરને સ્થિર ગણેશ મંડપને સજાવવામાં આવ્યો છે.

અનંત ચતુર્થી સુધી સમગ્ર સુરત શહેરમાં ગણેશજીની ધૂમ જોવા મળશે. સુરત શહેર પોલીસ પણ ગણેશ સ્થાપનામાં અન્ય મંડળોથી પાછળ નથી અને સુરત શહેરના વિવિધ પોલીસ સ્ટેશનની સાથે વિવિધ બ્રાન્ચોમાં પણ ગણેશજીની પ્રતિમાનું સ્થાપન અને પૂજન કરવામાં આવશે. ગણેશજીની પ્રતિમાનું સ્થાપન સાયબર સેલ દ્વારા પણ કરવામાં આવ્યું છે. આજકાલ ટેકનોલોજીનો યુગ જોવા મળી રહ્યો છે અને આ ટેકનોલોજીના યુગમાં લોકો ઓનલાઈન ફ્રોડનો શિકાર બને છે. લોકો ઓનલાઇન ફ્રોડનો શિકાર ન બને તે માટે સાયબર ક્રાઇમ દ્વારા ગણેશજીની પ્રતિમા સાથે સાઇબર અવરનેશની ટીપ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

સુરત શહેર સાયબર ક્રાઇમ દ્વારા આ વખતે બોલતા ગણેશનું સ્થાપન કરવામાં આવ્યું છે. ગણેશજીની પ્રતિમા આ વખતે લોકોને સાયબર ક્રાઇમ અંગે અવેર કરશે. જેમાં સાયબર ક્રાઈમને લગતી તમામ માહિતીઓ પણ આપવામાં આવી છે. સુરત શહેર સાઇબર ક્રાઇમ દ્વારા લોકોમાં સાયબર ક્રાઇમને લઈને સંપૂર્ણ અવરનેશ આવે તે માટે આ ગણેશ મંડપને વિવિધ સ્લોગનોથી સજાવવામાં આવ્યા છે. ગણેશજીના વાહન મૂષક પણ અહીંયા દોરવામાં આવ્યા છે અને તેની ઉપર વિવિધ પ્રકારના સાયબરને લગતા સ્લોગન લખવામાં આવ્યા છે. ગણેશજીના મંડપમાં બંને તરફ સાયબર ક્રાઈમથી બચવા માટે શું કરવું અને શું ન કરવું તે માટેની માહિતી પણ આપવામાં આવી છે.

સ્થાપનાના પ્રથમ દિવસે જ બોલતા ગણેશ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.  અહીં આવતા લોકોને તેમને સાયબર ક્રાઇમના અવરનેસ વિશે પણ જાગ્રત રહેવા માટેની સૂચનાઓ આપી હતી. સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના બાજુમાં જ આ મંડપ તૈયાર કરવામાં આવ્યો છે અને જેવા મંડપના એન્ટ્રન્સ ગેટથી આ પ્રવેશ કરો કે, તુરંત જ આપને સાયબર ક્રાઇમને લગતી તમામ માહિતીઓ મળી જાય છે. મંડપના પ્રવેશ દ્વારથી તમામ માહિતી એટલે કે, અત્યાર સુધીમાં જે પણ ક્રાઇમના ગુનાઓ નોંધાયા છે તે તમામ ગુનાઓની માહિતી આપવામાં આવી છે.આ

ઉપરાંત અહીંયા મૂકવામાં આવેલા ગણેશજી તમામ લોકોને સાયબર ક્રાઇમ અંગેની માહિતી આપે છે અને લોકો સાયબર ક્રાઇમથી કેવી રીતે બચી શકે છે તે અંગેની તમામ માહિતી ગણેશજી દ્વારા આપવામાં આવે છે. સુરત શહેર સાયબર ક્રાઇમ દ્વારા આ સમગ્ર કાર્યક્રમમાં પ્રસાદ તરીકે આવનારા ભક્તોને ટીપ કાર્ડ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે એટલે કે જે પણ ભક્તો બાપાના દર્શન કરવા આવશે તે તમામ ભક્તોને અહીંયાથી એક કાર્ડ આપવામાં આવશે. જેમાં સાઇબરને લગતી એક ટીપ હશે.