AAP પ્રવક્તા યોગેશ જાદવાણીએ MLA હર્ષ સંઘવીને ફરીથી ડિબેટ માટે લલકાર્યા : કહ્યું જો ડર લાગતો હોય તો.....

AAP પ્રવક્તા યોગેશ જાદવાણીએ MLA હર્ષ સંઘવીને ફરીથી ડિબેટ માટે લલકાર્યા : કહ્યું જો ડર લાગતો હોય તો.....

મોર્નિંગ ન્યુઝ ફોકસ, સુરત : રેમડેસીવર ઇન્જેક્શન મુદ્દે ભાજપના ધારાસભ્ય હર્ષ સંઘવી દ્વારા આમ આદમી પાર્ટીને ડિબેટ માટે ખુલ્લો પડકાર ફેંકવામાં આવ્યો હતો. જે પડકારને આમ આદમી પાર્ટીના પ્રવક્તા યોગેશ જાદવાણી એ સ્વીકારીને હર્ષ સંઘવીને સ્થળ અને સમય નક્કી કરી ડિબેટ માટે જણાવ્યું હતું. ત્યારે હજુ સુધી ડિબેટ ન થયેલ હોય આપના પ્રવક્તા યોગેશ જાદવાણી એ એક પત્ર દ્વારા ધારાસભ્ય હર્ષ સંઘવીને પત્ર દ્વારા બીજો પડકાર ફેંક્યો છે અને પત્રમાં જણાવ્યું છે કે જો હર્ષ સંઘવીને કદાચ એકલા આવવાનો ડર હોય તો તેઓ ભાજપના બીજા કોઈ પણ નેતાને સાથે લાવી શકે છે. આમ ભાજપ અને આપ વચ્ચે ખુલ્લી ડિબેટ ના પડકાર ને લઈને શીત યુદ્ધ સર્જાયું છે.

AAP પ્રવક્તા યોગેશ જાદવાણી નો ખુલ્લો પત્ર......

રેમેડેસિવિર ઈન્જેકશન કાળાબજારી મામલે રંગે હાથ પકડાઈ જતા ચોરી ઉપરથી સીનાજોરી કરવા મજુરા વિધાનસભાના ધારાસભ્ય હર્ષ સંઘવી દ્વારા AAPના પ્રતિનિધીને જાહેરમાં ડિબેટ કરવા ફેંકાયેલ પડકારને આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રવક્તા શ્રી યોગેશ જાદવાણી દ્વારા સ્વીકાર કરાયાને 48 કલાક વિતી ગયા હોવા છતાં પણ હર્ષ સંધવી ડિબેટમાં આવવાથી ડરીને ભાગી રહ્યા છે એટલે હવે સંધવી સહિત ભાજપના 2 પ્રતિનિધીઓ પધારે તો પણ AAP દ્રારા  સ્વીકાર્ય 

સત્તાના બળે બજારમાં અને સરકારી દવાખાનામાં ઈન્જેક્શનની કૃત્રિમ તંગી કરીને ભાજપના કાર્યાલય ઉપર દર્દીના સગાઓ સાથે ફોટા પડાવી વાહવાહી મેળવવાના તાયફા કરતી વખતે ખુલ્લા પડી ગયેલા સી.આર.પાટીલ & કાળાબજાર કંપનીના સભ્ય એવા સુરત શહેર મજુરા વિધાનસભાના ધારાસભ્ય શ્રી હર્ષ સંઘવી પોતાની નિષ્ફળતા છુપાવવા રઘવાયા થઈને વિરોધ પક્ષો વિરુદ્ધ ખોટા બુમ-બરાડા પાડી અને બકવાસ કરી, બેહુદી અને બિભત્સ ભાષાનો ઉપયોગ કરી, ચોરી કરતા પકડાઈ જવાથી સિનાચોરી કરી સહાનુભુતિ મેળવવાના બદ ઈરાદે આમ આદમી પાર્ટીના પ્રતિનિધીને કોરોના ઈન્જેક્શન બાબતે જાહેરમાં ડિબેટમાં આવવાની તા:૧૧/૪/૨૧ના રોજ ચેલેન્જ ફેંકેલ હતી.

આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રવક્તા શ્રી યોગેશ જાદવાણીએ આ ચેલેન્જને તા:૧૧/૪/૨૧ ના રોજ જ સ્વીકાર કરી લીધેલ અને વિનંતી સાથે જણાવેલ કે, આદરણીય ધારાસભ્ય હર્ષ સંઘવી તેમના દ્વારા બોલાયેલ વાતનું પાલન કરી અને ડિબેટનું સ્થળ, સમય અને તારીખ જાહેર કરો પણ આ ચેલેન્જ સ્વીકારાયાને 48 કલાકનો સમયગાળો વિતી ગયા હોવા છતા પણ ધારાસભ્ય હર્ષ સંઘવી ડિબેટમાં આવવાનો કોઈ જવાબ મળેલ નથી. આથી હું AAP ગુજરાત પ્રદેશ પ્રવક્તા શ્રી યોગેશ જાદવાણી જણાવું છુ કે, હર્ષભાઈ તમો તમારી વાત પરથી ભાગી રહ્યા છો, જાહેર ડિબેટમાં આવવાની ફાંકા ફોજદારી કર્યા પછી ડિબેટમાં આવવાથી ડરી રહ્યા છો તેથી હું આપને જણાવુ છે કે કદાચ આપને એવુ હોય કે ડિબેટમાં તમો એકલા સક્ષમતાથી જવાબ નહિ આપી શકો, તેથી તમો તમારી પાર્ટીના કોઇપણ સહયોગી કે સાથીદારને લાવી શકો છો. આદરણીય હર્ષભાઈ આપ સહિત ભાજપના 2 પ્રતિનીધી પધારો તો પણ હું જાહેરમાં મિડીયા અને પબ્લીકની વચ્ચે આપની સાથે ડિબેટમાં ભાગ લેવા માંગુ છું, તો આપશ્રી જે પણ તારીખ, સમય અને સ્થળ જાહેર કરો ત્યા હું પધારવા કાયમ માટે તૈયાર છુ.