વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીનો PG અને UG ની ઓફલાઇન એકઝામને લઈ મહત્વનો નિર્ણય, જાણો ક્યારે યોજાશે પરીક્ષા ?

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીનો PG અને UG ની ઓફલાઇન એકઝામને લઈ મહત્વનો નિર્ણય, જાણો ક્યારે યોજાશે પરીક્ષા ?

મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક :  વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી (VNSGU)ના કુલપતિ ડો.કિશોરસિંહ ચાવડા દ્વારા જણાવવામાં આવ્યું કે, આજે પરીક્ષા મુદ્દે જે મિટિંગનું યોજન કરવામાં આવ્યું હતું તેમાં અમે એમ નક્કી કર્યું છે કે આવતા મહિનાથી P.G Sem-1, U.G Sem-6, અને L.L.B સેમ-1, L.L.B સેમ-2-4 અને L.L.B સેમ-6ની તેમના તારીખો પ્રમાણે પરીક્ષાઓ લેવામાં આવશે.

 P.G સેમ-6ની 16 જૂનથી ઓનલાઈન પરીક્ષા લેવામાં આવશે.U.G સેમ-6ની 19 જુલાઈથી ઑફલાઇન પરીક્ષા લેવામાં આવશે.અને L.L.B સેમ-1ની 21 જૂનથી ઑફલાઇન લેવામાં આવશે. અને L.L.B સેમ-2-4ની 5 જુલાઈથી લેવામાં આવશે વધુમાં L.L.B સેમ-6ની 1 જુલાઈથી લેવામાં આ આવશે. પરીક્ષાનું ટાઈમ ટેબલ અને સમય 2 દિવસની અંદર યુનિવર્સિટીના વેબસાઈડ ઉપર મૂકી દેવામાં આવશે.

હાલ ગુજરાત રાજ્યની GSRTCની અમુક બસ સેવા બંધ છે.જો ચાલુ થઇ જાય જેથી વિદ્યાર્થીઓ યુનિવર્સિટી આવી પરીક્ષાઓ આપી સકતા હોય તો સારું અને કોઈ વિદ્યાર્થી એવો પણ હોય કે તેમના નિવાસ સ્થાને મોબાઈલ નેટવર્કનો પ્રોબ્લમ પણ ઘરમાં કાં તો એજ વિદ્યાર્થી પોતે કોરોના ગ્રસ્ત હોય તો એવા વિદ્યાર્થીઓ માટે તેમને ફરીથી પરીક્ષાનું આયોજન કરવામાં આવશે એટલે વિદ્યાર્થીઓએ એમાં ડરવાની જરૂર નથી.તેમને તક આપવામાં આવશે.