સુરત : SMC ના વિરોધ પક્ષના નેતાએ આરોગ્ય સચિવને પત્ર લખી કરી ખાસ માંગ, સરકાર સામે કર્યો મોટો આક્ષેપ

સુરત : SMC ના વિરોધ પક્ષના નેતાએ આરોગ્ય સચિવને પત્ર લખી કરી ખાસ માંગ, સરકાર સામે કર્યો મોટો આક્ષેપ

મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક :  સુરત શહેરમાં કોરોના સંક્રમણ અંકુશમાં લાવવા માટે વહીવટીતંત્ર સદંતર નિષ્ફળ ગયું છે.દર્દીઓને યોગ્ય મેડિકલ સારવાર આપવામાં આવી નથી. ત્યારે SMC ના આમ આદમી પાર્ટીના વિરોધ પક્ષના નેતા ધર્મેશ ભંડેરીએ રાજ્યના આરોગ્ય સચિવ જયંતિ રવિને પત્ર લખી શહેરની ગંભીર સ્થિતિમાં યુદ્ધના ધોરણે મદદ પહોંચાડવા રજૂઆત કરી છે. પત્રમાં તેમણે સુરત શહેરની અને હોસ્પિટલમાં તાત્કાલિક અસરથી 200 વેન્ટિલેટર ફાળવવામાં આવે તેવી માંગણી કરી છે

 આરોગ્ય સચિવને પત્ર લખીને મેડિકલ સુવિધાઓ વધારવા માગ કરી છે. 200 વેન્ટિલેટર ફાળવવા રજૂઆત કરવાની સાથે સાથે જીવનરક્ષક દવાઓ ન હોવાની પણ માહિતી આપવામાં આવી છે.તેમણે લખ્યું છે કે, શહેરમાં મહામારીની આપાતકાલીન સ્થિતિ સર્જાઈ છે. પરંતુ પૂરતી મેડિકલ સુવિધા ન હોવાને કારણે લોકોના જીવ બચાવી શકવા મુશ્કેલ જણાય રહ્યા છે. સરકારની ઉદાસીનતા નીતિના કારણે સુરત શહેર અને રાજ્યભરમાં કોરોના સંક્રમિત દર્દીઓના ટપોટપ મોત થઈ રહ્યા છે. જેને રોકવા માટે યુદ્ધના ધોરણે મેડિકલ સેવા માટે વ્યવસ્થા કરવી ખૂબ જરૂરી છે. નહીં તો સુરત શહેરમાં સતત વધારો થતો જશે અને સાથો સાથ મૃત્યુ દર પણ વધતો રહેશે. કોરોના સંક્રમણની પહેલી લહેર અને બીજી લહેર વચ્ચે એક વર્ષ જેટલો સમય પસાર થઈ ગયો હોવા છતાં સરકાર વેન્ટિલેટરની વ્યવસ્થા અને જીવનરક્ષક ઇન્જેક્શનોની વ્યવસ્થા કરવામાં પણ નિષ્ફળ થઈ હોવાના આક્ષેપ પણ પાલિકાના વિપક્ષના નેતાએ લગાવ્યા છે.