સુરત : મેજિસ્ટ્રે દ્વારા પોલીસ કમિશનરને લખાયેલ પત્રથી પોલીસની કામગીરીની પોલ ખુલી ગઈ, જાણો- મેજિસ્ટ્રેટ દ્વારા પોલીસ પર શુ મૂકાયો મોટો આરોપ?

સુરત : મેજિસ્ટ્રે દ્વારા પોલીસ કમિશનરને લખાયેલ પત્રથી પોલીસની કામગીરીની પોલ ખુલી ગઈ, જાણો- મેજિસ્ટ્રેટ દ્વારા પોલીસ પર શુ મૂકાયો મોટો આરોપ?

મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક :  સુરતમાં એક મેજિસ્ટ્રેટે પોલીસ કમિશનરને પત્ર લખીને પોલીસ કોવિડના જાહેરનામાના ભંગના ખોટા કેસ કરતી હોવાનો આરોપ મૂકતા ખળ ભળાટ મચી ગયો છે. જેમાં પોલીસની કામગીરી સામે હવે અનેક પ્રશ્નો ખડા થયા છે. મેજીસ્ટ્રેટે લખેલા પત્રમાં તેમણે પોલીસની કામગીરી સામે આરોપ મૂક્યો છે કે પોલીસ પોતાનો ટાર્ગેટ પૂરો કરવા માટે ખોટા કેસો કરે છે.

એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ જે.એસ. વસાવા દ્વારા સુરત પોલીસ કમિશનર ને બે પાનાનો પત્ર લખવામાં આવ્યો છે જે પત્રમાં તેમણે પોલીસની કામગીરી પર સીધો આરોપ મૂક્યો છે.બે પાનાના પત્રમાં એસ વસાવાએ લખ્યું કે, કોવિડ ગાઈડલાઈનના ભંગ અંગે પોલીસ દરેકની અલગ અલગ કાર્યવાહી કરે છે. પરંતુ કોવિડને ગાઈડલાઈનના ભંગ મુજબ જે કેસ કરાય છે, તેમાં CRPC કલમ 109, 110 અને 115 મુજબ ખોટી કાર્યવાહી કરી છે. કોવિડ ગાઈડલાઈનના ભંગ બદલ પોલીસ દ્વારા અટકાયતી પગલાના કેસ કરાતા હોય છે. સુરત પોલીસ દ્વારા લેવામાં આવી રહેલા આ અટકાયતી પગલા અયોગ્ય છે. ભંગ વિરુદ્ધ જે કેસ કરાય છે તે અયોગ્ય છે. કેટલાક પોલીસ સ્ટેશનમાં 30 થી 40 કેસ, તો કેટલાકમાં 70 થી 80 કેસ કરાય છે. આમ, રોજના 250 થી 300 વધુ કેસ કરવામાં આવી રહ્યાં છે.

જે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની પાસે જતા હોય છે. ત્યાંથી તેમને જામીન લેવાના હોય છે. જેની સામે અટકાયતી પગલા લેવાય છે તેમને પોલીસ કસ્ટડીમાં પણ રાખવામાં આવે છે. આ બાબત સંદતર ખોટું છે. પોલીસ પોતાનો અટકાયતી પગલાનો ટાર્ગેટ પૂરો કરવા માટે આવું કરે છે. તે બિલકુલ અયોગ્ય છે. સાથે જ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ દ્વારા પત્રમાં એ 8 પોલીસ સ્ટેશનના નામ પણ આપવામાં આવ્યા છે, જેઓ ખોટી રીતે લોકો પર કેસ કરે છે. જેમાં આ પોલીસ સ્ટેશનમાં ખોટી રીતે સીઆરપીસીની ધારા લગાવવામાં આવે છે. તેમણે પત્રમાં કડક શબ્દોમાં લખ્યું કે, પોલીસની આ હરકતથી સામાન્ય પ્રજા હેરાન થાય છે. હવે પછી આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો તે પોલીસ અધિકારી સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.