Exclusive : કોરોના સંક્રમિત નવજાત શિશુ માટે આ ડોકટર દેવદૂત સાબિત થયા, વાંચો સમગ્ર અહેવાલ

Exclusive : કોરોના સંક્રમિત નવજાત શિશુ માટે આ ડોકટર દેવદૂત સાબિત થયા, વાંચો સમગ્ર અહેવાલ

કોરોનાની બીજી લહેર માં નાના બાળકો અને નવજાત શિશુ વધારે શિશુઓ વધારે સંક્રમિત થતાં હોવાના કિસ્સા બહાર આવ્યા.

સુરતની નિર્મલ હોસ્પિટલમાં કોરોના ના શંકાસ્પદ લક્ષણો ધરાવતા આઠ બાળકો દાખલ થયા હતા

જીવન-મરણ વચ્ચે ઝોલા ખાય રહેલ એક નવજાત શિશુ માટે ડોક્ટર મોહિત સાહની દેવદૂત સાબિત થયા

ડો.સાહની નિર્મલ હોસ્પિટલના હેડ તબીબ અને નેશનલ neonatology ફોરમના સ્ટેટ પ્રેસિડેન્ટ છે.

મોર્નિંગ ન્યુઝ ફોકસ, સુરત : હાલમાં કોરોના ની બીજી લહેર સમગ્ર રાજ્યમાં ચાલી રહી છે જેને પરિણામે રાજ્યમાં ખૂબ જ કફોડી સ્થિતિનું નિર્માણ થયું છે. કારણ કે કોરોના ની બીજી લહેર માં માત્ર ઉંમર ધરાવતી વ્યક્તિઓ જ નહીં પરંતુ નાના બાળકોમાં અને નવજાત શિશુઓમાં પણ કોરોનાના લક્ષણો જોવા મળી રહ્યા છે. જેને લઇને આરોગ્ય તંત્ર માટે પણ એક મોટો પડકાર ઉભો થયો છે.

કોરોનાની બીજી લહેરમાં નાના બાળકો જ નહિ પરંતુ નવજાત શિશુઓ પણ સંક્રમિત થઈ રહ્યા છે. જેમાં ખાસ કરીને તાવ, શરદી અને ઝાડા ઉલટી તેમજ માથાના દુખાવા જેવા લક્ષણો સાથે શરીરમાં ઓક્સીજનનું પ્રમાણ ઘટી જવાની ગંભીર સમસ્યા સર્જાઇ રહી છે. જોકે તાજેતરમાં બે નવજાત શિશુનું કોરોના ને કારણે મૃત્યુ થયાના સમાચાર બહાર આવ્યા હતા. ત્યારે નિર્મલ હોસ્પિટલમાં કોરોના સંક્રમિત આઠ બાળકો પૈકી એક નવજાત શિશુની હાલત ખુબ જ ખરાબ હતી જેના માટે ડો.મોહિત સાહની દેવદૂત સાબિત થયા હતા.

જોકે આવા ગંભીર પડકાર સામે પણ તબીબો પોતાના જીવનું જોખમ ખેડીને પણ દર્દીઓને બચાવવા માટે અથાક પ્રયાસો કરી રહ્યા છે. હાલની આ સ્થિતિમાં તબીબો પૃથ્વી પરના ભગવાન સાબિત થઈ રહ્યા છે જેની પ્રતીતિ કરાવતો તાજેતરમાં જ એક કિસ્સો બન્યો હતો જેમાં પરંતુ નિર્મલ હોસ્પિટલમાં તાવ અને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય તેવા કોરોનાના શંકાસ્પદ લક્ષણો ધરાવતા આઠ જેટલા નવજાત શિશુઓને દાખલ કરવામાં આવ્યા હતા જે પૈકી એક બાળકને ન્યુમોનિયા અને ફેફસા માંથી હવા લીક થવાની ગંભીર સમસ્યા જોવા મળી હતી ત્યારે હોસ્પિટલના હેડ તબીબ અને સ્ટેટ પ્રેસિડેન્ટ નેશનલ neonatology ફોરમ ના ડોક્ટર મોહિત સાહનીએ પોતાની તબીબી પ્રેક્ટિસ ના અનુભવોનો ઉપયોગ કરી આધુનિક સારવાર પદ્ધતિ દ્વારા આ બાળકને ઓક્સિજન, રેમ ડેસીવર ઇન્જેક્શન સહિતની જરૂરી ટ્રીટમેન્ટ આપીને તેને સફળતાપૂર્વક બચાવવામાં આવ્યું હતું.