BRTS બસ અકસ્માત બાદ સુરત મનપા તંત્રએ ગાઈડલાઈન્સ બનાવી

BRTS બસ અકસ્માત બાદ સુરત મનપા તંત્રએ ગાઈડલાઈન્સ બનાવી

કોન્ટ્રાકટરને આવનારા દિવસોમાં બ્લેક લિસ્ટ કરાશે

હવે ડ્રાઈવરની સ્મિમેર હોસ્પિટલમાં ફિટનેસ સર્ટી લેવી પડશે

ડ્રાઈવર અકસ્માત કરશે તો કોન્ટ્રાકટર સામે પણ પોલીસ ફરિયાદ

Mnf network:  આખરે સુરત મનપા તંત્ર જાગ્યું છે. હાલમાં જ કતારગામમાં થયેલા BRTS બસ અકસ્માત બાદ તાત્કાલિક ધોરણે પાલિકા કમિશ્નર અને મેયર સહિત પદાધીકારીઓએ બેઠખ યોજવામાં આવી હતી. જેમાં સ્ટેન્ડિંગ ચેરમેન દ્વારા બેઠક બોલાવવામાં આવી હતી.

વીજીલન્સની ટીમને બ્રેથ એનેલાઈઝર ધ્વારા ડ્રાઈવર અને કન્ડકટરની તપાસ કરી રોજબરોજનો રીપોર્ટ બનાવી જવાબદાર અધિકારી મારફત રજુ કરવો. નશાની હાલતમાં પકડાય તો પોલિસ ફરીયાદ કરવી.

કર્મચારીઓને ઓછા પગાર આપવા માટે જવાબદાર સામે કાર્યવાહી કરવી.

ચોરી, ટીકીટ નહીં આપવી, મારપીટ કરવી જેવી બાબતો ધ્યાન પર આવતા ડ્રાઈવર, કન્ડકટર અને એજન્સી સામે પોલિસ કાર્યવાહી કરવી.

ડ્રાઈવર/કન્ડકટરના દિન-૭ મેડીકલ ફીટનેસના સર્ટીફીકેટ યોગ્ય ચાર્જ વસુલી સ્મીમેર હોસ્પીટલના જવાબદાર નિયત ડોકટર પાસેથી મેળવી રજુ કરવું.

સ્થાનિક પોલીસ સ્ટેશનમાંથી હાલનું કેરેકટર સર્ટીફીકેટર દિન-૭ માં રજુ કરવું.

બસમાં કઈ કઈ સુવિધા/સુચના હોવી જોઈએ તેનું ચેકલીસ્ટ બનાવવું. જવાબદાર અધિકારીની સહીથી દર માસે ચકાસણી કરવી તેનો રીપોર્ટ કરવો.

બસના ટેન્ડરની શરતોની ચકાસણી કરવી.

જે બસમાં ડીઝીટલ બોર્ડ નથી ચાલતા. તે તાકીદે ચાલુ કરવા.

વિજીલન્સની ટીમની તપાસમાં જો કોઈપણ ટીકીટ વગર મુલાકાતી મળે તો માત્ર કંડકટર જ નહી પરંતુ એજન્સી સામે પણ સુરત મહાનગરપાલિકાના નાણાંકીય ઉચાપત જેવી પોલિસ ફરીયાદ નોંધી પરમેન્ટલી ટર્મીનેટ કરવામાં આવશે.

મીટીંગમાં લાગત એજન્સીઓના મુખ્ય જવાબદાર વ્યકિત હાજર ન રહેતા તેઓને શો કોઝ નોટીસ આપી ખુલાસો માંગવો તેમજ બ્લેક લીસ્ટની કાર્યવાહી કરવી.

હવે ભવિષ્યમાં નાના-મોટા એકસિડન્ટ થશે તો ડ્રાઈવર સહિત એજન્સી પર ગુનો દાખલ થશે.