ખેલૈયાઓ માટે ખાસ સમાચાર : નવરાત્રી માં કેટલા વાગ્યા સુધી વગાડી શકાશે લાઉડ સ્પીકર ?

ખેલૈયાઓ માટે ખાસ સમાચાર : નવરાત્રી માં કેટલા વાગ્યા સુધી વગાડી શકાશે લાઉડ સ્પીકર ?

15 થી 24 ઓકટોબર સુધી યોજાશે નવરાત્રી મહોત્સવ

હાર્ટ એટેકના કિસ્સાઓ ને લઈ તબીબી સુરક્ષા સ્ટેન્ડ બાય રાખવામાં આવે

અમદાવાદમાં 26 હોસ્પિટલોની યાદી બહાર પાડવામાં આવી

મોટા આયોજનોમાં આધાર કાર્ડ જોઈ પ્રવેશ આપવા કેટલાક હિન્દુ સંગઠનોએ કરી છે માંગ

મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : હાલ ગુજરાતના દરેક શહેરોમાં ગરબા આયોજનને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે ગાંધીનગરમાં પણ નવરાત્રીના તહેવારને લઈને જ આ મહત્વનું જાહેરનામું કલેક્ટર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. આ ઉપરાંત રાજ્યના અન્ય શહેરોમાં પણ પોલીસ અને તંત્ર દ્વારા અમુક નિયમો અને ગાઈડલાઈન્સ જાહેર કરવામાં આવી છે. અમદાવાદમાં પોલીસ દ્વારા ખાસ ગાઈડલાઈન જાહેર કરાઈ છે. જ્યારે કે મેડિકલ એસોસિએશન દ્વારા હાર્ટ એટેકના વધતા જતા કિસ્સાઓને રોકવા માટે 26 સ્પેશિયલ હોસ્પિટલોનું લિસ્ટ બહાર પાડવામાં આવ્યું છે. તેમાં કોઈ પણ ઈમરજન્સીના કિસ્સામાં યોગ્ય સારવાર મળી શકે તેવો હેતુ છે.

ગાંધીનગર કલેક્ટર દ્વારા આગામી દિવસોમાં 15થી 24 ઓક્ટોબર સુધી યોજાનારા નવરાત્રી મહોત્સવને લઈને એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં રાત્રે 12 વાગ્યા સુધી લાઉડસ્પીકરને મંજૂરી આપવામાં આવી છે. મહત્વનું છે કે આ મંજૂરી માત્ર નવરાત્રીને જ ધ્યાને રાખીને આપવામાં આવી છે. નવરાત્રીના દિવસોમાં તહેવાર અને ગરબાને લઈને આ મહત્વની મંજૂરી આપવામાં આવી છે. આ સિવાયના દિવસોમાં ગાંધીનગરમાં રાત્રે 10 પછી લાઉડસ્પીકર વગાડી શકાશે નહીં.