સુરત : 4 વર્ષના બાળકે વિશ્વને કોરોના મુક્ત કરવા માટે રોઝો રાખી ઈબાદત કરી

સુરત : 4 વર્ષના બાળકે વિશ્વને કોરોના મુક્ત કરવા માટે રોઝો રાખી ઈબાદત કરી

મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક :   હાલમાં સમગ્ર દેશમાં કોરોના કહેરને પરિણામે અનેક લોકો કોરોના નો શિકાર બનીને મોતને ભેટી રહ્યા છે. એટલું જ નહીં કોરોનાને કારણે છેલ્લા ઘણા સમયથી લોકો ધંધા રોજગારને લઈને પણ પરેશાન છે. સાથે સાથે છેલ્લા એકાદ વર્ષ કરતા વધુ સમયથી શાળાઓ બંધ છે.

ત્યારે આવી પરિસ્થિતિમાં સૌ કોઇ ઇચ્છે છે કે ઝડપથી કોરોનાની મહામારી માંથી બહાર આવીએ અને પહેલા જેવું જ નોર્મલ જીવન શરૂ થાય જોકે આ માટે લોકો પોતાના ધર્મની આસ્થા પ્રમાણે બંદગી કરતા હોય છે. ત્યારે સુરતના ચાર વર્ષના બાળકે રોઝો રાખીને સમગ્ર વિશ્વને કોરોનામુક્ત કરવા માટે દુઆ કરી હતી. 

પ્રાપ્ત વિગતો મુજબ, સુરતના દૂધાળા શેરી રામપુરા ખાતે આવેલા સાબિર પેલેસમાં રહેતા અલી અહમદ મોહંમદ ઐયુબ કોડાવાલાની ઉંમર ચાર વર્ષ છે.બાળકના પિતા ઐયુબભાઈએ જણાવ્યું હતું કે, તેણે રાત્રે 3 વાગે ઉઠીને બ્રેડ બટર અને દૂધ કેળાં ખાઈને રોઝો રાખ્યો હતો. બાદમાં ઉનાળાની કાળજાળ ગરમી વચ્ચે પણ પાણી કે ભોજન લીધા વગર આખો રોઝો પસાર કર્યો હતો. તેની હિંમત જોઈને પરિવારે પણ તેને બિરદાવ્યો હતો

રોઝો રાખતા અગાઉ તેણે માતા પિતાને કહ્યું હતું કે, મારી સ્કૂલ કેમ ખૂલતી નથી ત્યારે માતા પિતાએ કોરોના હોવાનું કહ્યું હતું. ત્યારે કોરોનાને દૂર કરવા માટે તેણે રોઝો રાખીને સમગ્ર વિશ્વને કોરોનામુક્ત કરવાની કામના વ્યક્ત કરીને કહ્યું કે, કોરોના જાય તો મારી સ્કૂલ પણ ઝડપથી ખુલી જાય.