સુરત : એલ.પી.સવાણી વિદ્યાભવનમાં રંગોળી સ્પર્ધા યોજાઈ : આચાર્યએ પાઠવ્યો શુભ સંદેશ

સુરત : એલ.પી.સવાણી વિદ્યાભવનમાં રંગોળી સ્પર્ધા યોજાઈ : આચાર્યએ પાઠવ્યો શુભ સંદેશ

મોર્નિંગ ન્યુઝ ફોકસ(જશવંત પટેલ) : આજથી શાળાઓમાં 21 દિવસનું દિવાળી વેકેશન શરૂ થયું છે.ત્યારે ગઈકાલે શાળાઓમાં છેલ્લા દિવસે વિદ્યાર્થીઓ દ્વારા દિવાળી પર્વને લઈને રંગોળીની વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ દ્વારા સુંદર દિપાવલીના પર્વને આવકારતી રંગોળી ડીઝાઈનો તૈયાર કરવામાં આવી હતી.

જે અંતર્ગત સુરતના અડાજણ વિસ્તારમાં આવેલ એલપી સવાણી વિદ્યાભવનમાં પણ વિવિધ વર્ગના વિદ્યાર્થીઓ દ્વારા સુંદર રંગોળી ડિઝાઇન બનાવવામાં આવી હતી. રંગોળી ડિઝાઇન બનાવનાર વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો તેમ જ સુંદર રંગોળી ડિઝાઇન તૈયાર કરનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.

આ ઉપરાંત એક સત્રની સમાપ્તિ પૂર્ણ થઈ રહી છે ત્યારે શાળાના આચાર્યશ્રી પ્રતિમાબેન સોની દ્વારા તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી ."આવનાર નવું વર્ષ સૌને ફળદાય નીવડે, સૌ સ્વસ્થ રહે,સુખી રહે અને નવા શૈક્ષણિક સત્રમાં શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ એક નવા જોમ અને ઉત્સાહ સાથે પોતાના લક્ષની પરિપૂર્ણતાને સિદ્ધ કરવામાં સફળ બને " તેવી શુભેચ્છાઓ વ્યક્ત કરાઈ હતી.