સુરત : શહેરને સ્વસ્થ રાખવા ખુદ પાલિકા કમિશ્નર મેદાનમાં ઉતર્યા : અધિકારીઓને આપ્યા આદેશ

સુરત : શહેરને સ્વસ્થ રાખવા ખુદ પાલિકા કમિશ્નર મેદાનમાં ઉતર્યા : અધિકારીઓને આપ્યા આદેશ

શહેરમાં ડેન્ગ્યુ, મેલેરિયા ના કેસો વધતા ખુદ પાલિકા કમિશ્નર મેદાનમાં

મેયર ના વિસ્તારમાં દવાખાના ઉભરાય છતાં મેયર નિષ્ક્રિય

મોર્નિંગ ન્યુઝ ફોકસ, સુરત : મહાનગર પાલિકા દ્વારા આગામી તહેવારોને ધ્યાને રાખીને સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આજે રાંદેર ઝોન સ્થિત પાલ હળપતિવાસ અને તેની આસપાસના સફાઈ અભિયાનની મ્યુનિસીપલ કમિશ્નર શાલિની અગ્રવાલે સરપ્રાઇઝ વિઝિટ કરી હતી. તેમજ હળપતિવાસના રહીશોની મુલાકાત લઇ બાળકો, પુખ્ત તેમજ વૃધ્ધો સાથે ચર્ચા કરી તેમને પડતી તકલીફોની માહિતી લઇ લાગતા-વળગતા અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતા.

મનપા કમિશનરે એવી પણ સુચના આપી છે કે સ્વચ્છતા ઝુંબેશ દરમ્યાન પેચવર્કની કામગીરી, ડ્રેનેજને લગતી કામગીરી, ફૂટપાથ રીપેર, કર્બ સ્ટોન કલર કામગીરી, બીનજરૂરી ધાસ તથા છોડના નીકાલની કામગીરી ઉપરાંત આરોગ્ય વિભાગ ધ્વારા સર્વેની કામગીરી એકસાથે ઝુંબેશ રૂપે સબંધિત વિભાગોએ એક સાથે રહી કરવા સુચના આપી હતી. ઉપરાંત વરાછા ઝોન-એના પીર ફળિયું અને તેની આસપાસ વિસ્તારોમાં પણ સફાઇ ઝુંબેશ હાથ ધરાતા ઝોનલ વડા ડેપ્યુટી કમિશનર મનીષ ડોક્ટરે રાઉન્ડ લીધો હતો. ઉપરાંત વરાછા ઝોન બી માં મોટા વરાછા કબ્રસ્તાન અને તેની આસપાસના વિસ્તારો સહિત એક સાથે આ ઝુંબેશ ચલાવાઇ હતી.