સુરતના આ ધારાસભ્યએ કહી દીધી મોટી વાત : કોરોના સામેની લડાઈમાં માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સ ઉપરાંત ત્રીજી કઈ બાબત જરૂરી છે ? જાણો

સુરતના આ ધારાસભ્યએ કહી દીધી મોટી વાત : કોરોના સામેની લડાઈમાં માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સ ઉપરાંત ત્રીજી કઈ બાબત  જરૂરી છે ? જાણો

મોર્નિંગ ન્યુઝ ફોકસ ( જશવંત પટેલ) :  દિવસે દિવસે સુરત સહિત સમગ્ર રાજ્યમાં કોરાનાનું સંક્રમણ વધી રહ્યું છે. અનેક લોકો કોરોનાથી સંક્રમિત થઈ રહ્યા છે. હવે તો નાના બાળકો પણ કોરોનાથી સંક્રમિત થઈને જીવ ગુમાવવા ના પણ કિસ્સા સામે આવ્યા છે. ત્યારે સવાલ એ થાય છે કે એકાએક કોરોના ના કેસોમાં આવેલા ઉછાળા ને લઇ લોકોને શા માટે વધારે ઓક્સિજનની અને જીવન સંજીવની ગણાતા રેમ રેમડેસીવર ઇન્જેક્શન ની જરૂર પડવા લાગી છે. જો કે સત્ય એ પણ છે કે સરકાર દ્વારા ટેસ્ટિંગ નું પ્રમાણ વધારવામાં આવ્યું છે જેને લઇને કોરોનાથી સંક્રમિત થયેલા કેસોની સંખ્યા વધવા લાગી છે.

ત્યારે સવાલ એ થાય છે કે શું માત્ર ઓક્સિજન અને રેમડેસીવર ઇન્જેક્શન જ કોરોનાનો એકમાત્ર ઉપાય છે. અરે ઓક્સિજન અને રેમડેસીવર ઇન્જેક્શન મળવા છતાં પણ લોકો કેમ પોતાનો જીવ ગુમાવી રહ્યા છે ? ત્યારે એક વાત એ પણ વિચારવા જેવી છે કે હાલમાં લોકોના માનસમાં કોરોના ને લઈને એક ખૌફ પેદા થયો છે. જે સાજા વ્યક્તિને પણ ઘણી વખત કરાવી દેતો હોય છે. જોકે કોરોના ને લઈને લોકોએ ડરવાની જરૂર નથી પરંતુ સચેત અને સતર્ક રહેવાની જરૂર છે.

સુરત ચોર્યાસીના ધારાસભ્ય ઝંખનાબેન પટેલ દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને એક સંદેશ આપવામાં આવ્યો છે કે કોરોના થી બચવા માટે માસ્ક તો જરૂરી છે જ સાથે સાથે લોકો ખોટી અફવાઓ ન ફેલાવે તે પણ જરૂરી છે. તેમણે જણાવ્યું છે કે માસ્ક અને સોશિયલ distance ઉપરાંત સૌથી વધારે જરૂરી છે દર્દીનો આત્મવિશ્વાસ એટલે કે મજબૂત મનોબળ. જોકે ઝંખનાબેન પટેલ દ્વારા ખૂબ જ મોટી વાત કરવામાં આવી છે કારણકે કહેવતમાં લખ્યું છે કે 'અસ્થિર મનના માનવીને રસ્તો કદી જડતો નથી અને અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી'

એવા અનેક કિસ્સાઓ છે કે જેમાં મજબૂત મનોબળવાળા દર્દીઓએ ગમે એવી ગંભીર બીમારીને પણ મ્હાત આપી છે અને તેઓ સાજા થયા છે. વધારે ઉંમરલાયક લોકો પણ જો મજબૂત મનોબળ ધરાવતા હોય તો કોરોનાને મ્હાત આપીને સાજા થયાના કિસ્સા અવારનવાર મીડિયામાં જોવા અને સાંભળવા મળતાં હોય છે. ઝંખનાબેન પટેલ દ્વારા લોકોને સોશિયલ distance અને માસ્કની સાથે સાથે મજબૂત મનોબળ રાખવાની પણ અપીલ કરવામાં આવી છે જે ખરેખર જરૂરી છે. જો દર્દી નું મનોબળ મજબૂત હોય તો ગમે એવી બીમારી પણ તેને વિચલિત કરી શકતી નથી. માટે ગંભીર બીમારીમાં સપડાયા પછી પણ દર્દી એ પોતાના મનોબળને મજબૂત રાખી હંમેશા હકારાત્મક બનવું એ જ સૌથી મોટો ઈલાજ છે.