ગુજરાતના ગિફ્ટ સિટીમાં બનશે દેશનું પ્રથમ માનવરહિત પોલીસ સ્ટેશન

ગુજરાતના ગિફ્ટ સિટીમાં બનશે દેશનું પ્રથમ માનવરહિત પોલીસ સ્ટેશન

Mnf network:  ગુજરાતના ગાંધીનગરમાં રહેતા લોકો માટે એક મોટા સમાચાર આવી રહ્યા છે. તાજેતરના અહેવાલ મુજબ, ગુજરાતના ગાંધીનગરમાં દેશનું પ્રથમ માનવરહિત પોલીસ સ્ટેશન બનાવવામાં આવશે. આ અંગે તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

આ પોલીસ સ્ટેશનનું નિર્માણ કાર્ય ખૂબ જ ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે. સમાચાર અનુસાર, આ માનવરહિત પોલીસ સ્ટેશન ગુજરાતના ગાંધીનગરમાં ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી (ગિફ્ટ સિટી)માં બનાવવામાં આવી રહ્યું છે.ગિફ્ટ સિટીનું આ માનવરહિત પોલીસ સ્ટેશન કોર્પોરેટ ઓફિસ જેવું હશે. પોલીસ સ્ટેશનમાં કોઈ પોલીસકર્મી નહીં હોય, માત્ર કિઓસ્ક હશે. અહીં, ફરિયાદ નોંધવી, જરૂરી મંજૂરીઓ મેળવવી, પોલીસિંગ, પાસપોર્ટ તપાસ વગેરે માત્ર કિઓસ્ક દ્વારા જ કરવામાં આવશે.

  ગાંધીનગરમાં દેશના પ્રથમ માનવરહિત પોલીસ સ્ટેશનના નિર્માણ માટે ગાંધીનગરના પોલીસ અધિક્ષક રવિ તેજા અસમસેટ્ટી અને ગૃહ વિભાગના એક IAS અધિકારીએ આ પોલીસ સ્ટેશન કેવી રીતે કામ કરે છે તે જાણવા માટે દુબઈનો પ્રવાસ કર્યો હતો.