પરણિત મહિલાના મોબાઈલમાં અશ્લીલ ફોટો સાથે મેસેજ આવ્યો, ' ઓનલાઈન આવી જા ' અને પછી જોવા જેવી થઈ, વાંચો સમગ્ર કિસ્સો

પરણિત મહિલાના મોબાઈલમાં અશ્લીલ ફોટો સાથે મેસેજ આવ્યો, ' ઓનલાઈન આવી જા ' અને પછી જોવા જેવી થઈ, વાંચો સમગ્ર કિસ્સો

મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : હાલમાં મોબાઇલ અને સોશિયલ મીડિયા નો ઉપયોગ આશીર્વાદરૃપ તો ક્યાંક નુકસાનકારક કે મુશ્કેલરૂપ પણ સાબિત થઇ રહ્યો છે. ત્યારે તાજેતરમાં અમદાવાદમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં અમદાવાદ શહેરના ઇસ્કોન આંબલી રોડ પર રહેતી 27 વર્ષીય પરિણીતા તેના પતિ તથા બીજા અન્ય સભ્યો સાથે ત્રણ વર્ષથી રહે છે. આ મહિલાનો પતિ કેમિકલ ડાઈની વટવા જીઆઈડીસી ખાતે ફેક્ટરી ધરાવી વેપાર કરે છે અને મહિલાને સંતાનમાં બે વર્ષનો દીકરો પણ છે.28 ફેબ્રુઆરીના રોજ આ મહિલાને અજાણ્યા નંબર ઉપરથી ટ્રુ કોલર એપ્લિકેશનની ચેટમાં પહેલા એક થમ્બ ઈમોજી વાળો મેસેજ આવ્યો હતો. પરંતુ આ નંબરથી તે અજાણ હોવાથી મહિલાએ તે મેસેજ ઉપર કોઈ ધ્યાન આપ્યું ન હતું.

ત્યારબાદ ફરીથી બે માર્ચના રોજ આ મહિલાને અજાણ્યા નંબર પરથી ફરીથી મહિલાને ટ્રુ કોલર એપ્લિકેશનની ચેટમાં અશ્લીલ પ્રકારના વિડીયો તેમજ ગંદા ફોટા મોકલી Hi લખી મેસેજ કર્યો હતો. આ મહિલા તે નંબરના ધારકને ઓળખતી ન હોવાથી મહિલાએ કોઈ રીપ્લાય આપ્યો ન હતો. બાદમાં ફરીથી 24 માર્ચના રોજ મહિલાને ટ્રુ કોલર એપ્લિકેશનની ચેટમાં તથા વોટ્સએઓ ઉપર અજાણ્યા નંબર પરથી અશ્લીલ પ્રકારના વિડીયો તેમજ ગંદા ફોટા આવ્યા હતા અને તેમાં "હાઈ ઓનલાઇન આવો દોસ્ત" એવું લખાણ મોકલી આપ્યું હતું. જેથી મહિલાને એવું લાગ્યું હતું કે, તેને કોઈ હેરાન કરવા માટે થઈ અલગ-અલગ મેસેજ કરી રહ્યું છે.

જેથી મહિલાએ આ નંબર બ્લોક કરી તેના પતિને જાણ કરી હતી. બાદમાં 13 માર્ચના રોજ પણ ટેક્સ્ટ મેસેજ આવ્યા હતા. જેમાં આ મેસેજ કરનાર ગુલાબ અને દીલ આકારનું ઈમોજી મોકલતો હતો. આટલું જ નહીં અન્ય નંબર ઉપરથી આવેલા ટેક્સ મેસેજમાં "How are you true caller kyu bandh kiya chalu karo na pls" તેવો મેસેજ કર્યો હતો.આ રીતે મહિલાને જુદા જુદા મોબાઈલ નંબરથી ટ્રુ કોલર તથા વોટ્સએપ ઉપર બીભત્સ પ્રકારના શારીરિક સંબંધો બાંધતા અને સ્ત્રી-પુરુષના જાતીય અંગ દેખાડતા વીડિયો અને ફોટા મોકલી હેરાન કરતાં આ મહિલાએ સાઇબર ક્રાઇમમાં અરજી આપી હતી. જેથી સાયબર ક્રાઈમે અલગ-અલગ ત્રણ નંબર ઉપરથી મેસેજ કરનાર વ્યક્તિ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.