દુબઈ ના બુર્જ ખલીફા માં શાહરૂખ નું ટ્રેલર છવાયુ

દુબઈ ના બુર્જ ખલીફા માં શાહરૂખ નું ટ્રેલર છવાયુ

ભારતમાં ધૂમ મચાવ્યા બાદ હવે શાહરૂખ ખાનની 'જવાન'નું દમદાર ટ્રેલર દુબઈના બુર્જ ખલીફા ખાતે લોન્ચ કરવામાં આવ્યું છે. દુબઈમાં કિંગ ખાનના હજારો ચાહકો તેની એક ઝલક મેળવવા માટે ઉત્સુક દેખાતા હતા. જવાનના ટ્રેલર લોન્ચ ઈવેન્ટમાં 20 હજારથી વધુ ફેન્સ હાજર હતા, બુર્જ ખલીફા પર કિંગ ખાનને જોઈને ચાહકો દિવાના થઈ ગયા હતા. ટ્રેલર ઉપરાંત શાહરૂખ ખાનના જવાનના ગીત 'ચાલેયા'નું અરબી વર્ઝન પણ આ ઈવેન્ટમાં લોન્ચ કરવામાં આવ્યું હતું.