આવી ગયું યુપીઆઈ એટીએમ મશીન.

આવી ગયું યુપીઆઈ એટીએમ મશીન.

UPI ATM Cash Withdrawal: UPI પેમેન્ટ કરનારાઓ માટે સારા સમાચાર છે. હવે ગ્લોબલ ફિનટેક ફેસ્ટમાં પ્રથમ વખત UPI ATM વિડ્રોઅલ મશીન પ્રદર્શિત કરવામાં આવ્યું છે. યુપીઆઈ એટીએમ કાર્ડલેસ કેશ વિડ્રોઅલ મશીન યુનિયન બેંક ઓફ ઈન્ડિયા અને એનપીસીઆઈના સહયોગથી બનાવવામાં આવ્યું છે.

પાયલટ પ્રોજેક્ટ તરીકે લગભગ 700 મશીનો લાઇવ છે. તમે એક ટ્રાન્ઝેક્શનમાં 10000 રૂપિયા સુધી ઉપાડી શકો છો. ટૂંક સમયમાં આ મશીન દેશભરમાં લાઈવ થઈ જશે. આ સેવા પૂરી પાડવા માટે કેટલીક વધુ પસંદગીની બેંકો યુનિયન બેંક ઓફ ઈન્ડિયા સાથે જોડાઈ રહી છે.