Exclusive: સ્માર્ટ સિટી રેન્ક માં સુરત કયા ક્રમે છે ? પ્રથમ બાજી કોણે મારી ? જાણો

Exclusive: સ્માર્ટ સિટી રેન્ક માં સુરત કયા ક્રમે છે ? પ્રથમ બાજી કોણે મારી ? જાણો

મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : શહેરી વિકાસ મંત્રાલયના સ્માર્ટ સિટી મિશન પ્રોજેક્ટ હેડના જણાવ્યા અનુસાર આ વર્ષે પ્રથમ વખત ઝોનલ સિટી એવોર્ડ પણ આપવામાં આવ્યા છે. રાષ્ટ્રીય સ્તરે ઈન્દોર પછી સુરત અને આગ્રા ત્રીજા નંબરે, વારાણસી ચોથા, ઉદયપુર પાંચમા, કોહિમા છઠ્ઠા, નામચી સાતમા ક્રમે છે. આ પછી ટોપ ટેનમાં રાંચી, ભુવનેશ્વર અને કોઈમ્બતુરનો નંબર આવે છે.

મંત્રાલયે સ્માર્ટ સિટી મિશન સંબંધિત યોજનાઓની ભૌતિક પ્રગતિના આધારે આ પુરસ્કારો આપ્યા 

સ્માર્ટ સિટી મિશન હેઠળ અત્યાર સુધીમાં રૂ. 1,70,730 કરોડના 7935 પ્રોજેક્ટ્સ અમલમાં છે

મિશન હેઠળ અત્યાર સુધીમાં 1,10,635 કરોડ રૂપિયાના 6041 પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં આવ્યા

કેન્દ્રશાસિત પ્રદેશોમાં ચંદીગઢે પ્રથમ સ્થાન મેળવ્યું છે. શ્રેષ્ઠ રાજ્યની શ્રેણીમાં તમિલનાડુ બીજા અને રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ સંયુક્ત રીતે ત્રીજા સ્થાને છે. સુરત અને આગ્રાને પાછળ છોડીને શ્રેષ્ઠ શહેરની શ્રેણીમાં ઈન્દોર વિજેતા તરીકે ઉભરી આવ્યું હતું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 27 સપ્ટેમ્બરે ઈન્દોરમાં આયોજિત એક કાર્યક્રમમાં આ પુરસ્કારોનું વિતરણ કરશે.