ઊંઝા : દીક્ષિતભાઈ પટેલે પ્રમુખ તરીકેના 17 અઠવાડિયાના કાર્યકાળમાં લીધા 17 મહત્વના નિર્ણયો

ઊંઝા : દીક્ષિતભાઈ પટેલે પ્રમુખ તરીકેના 17 અઠવાડિયાના કાર્યકાળમાં લીધા 17 મહત્વના નિર્ણયો

સંપૂર્ણ ભાજપ શાસિત ઊંઝા નગરપાલિકાના પ્રમુખ દીક્ષિત પટેલે પ્રમુખ પદ પરથી આપ્યું રાજીનામું

માત્ર ચાર મહિનાના ટૂંકા ગાળામાં પ્રમુખ પદ પરથી આપ્યું રાજીનામું... 

પ્રમુખ તરીકેના કાર્યકાળ દરમિયાન દીક્ષિત પટેલે માત્ર ચાર મહિનામાં ઊંઝા નગરપાલિકાની પ્રતિષ્ઠાને લગાવ્યા હતા ચાર ચાંદ લગાવ્યા હતા.... 

દીક્ષિત પટેલે શહેરના વિકાસ માટે કાર્યકાળના 17 અઠવાડિયા માં 17 મહત્વના નિર્ણયો લીધા... 

ઊંઝા નગરપાલિકાને ઉત્તર ગુજરાતની સૌપ્રથમ આઇ.એસ.ઓ સર્ટિફાઇડ નગરપાલિકા બનાવી હતી... 

મોર્નિંગ ન્યુઝ ફોકસ ( જશવંત પટેલ) :  ઉત્તર ગુજરાતની સૌ પ્રથમ આઇ.એસ.ઓ.સર્ટિફાઈડ ઊંઝા નગર પાલિકાના સૌથી સક્રિય પ્રમુખ દીક્ષિતભાઈ પટેલે પ્રમુખ પદનો કાર્યભાર સંભાળ્યાથી લઈને આજે દિન સુધીમાં પોતાના કાર્યકાળના 17 જેટલા અઠવાડિયામાં 17 મહત્વના શહેરના વિકાસલક્ષી નિર્ણયો લીધા હતા. જોકે તેમણે શહેરના વિકાસ માટે લીધેલા આ નિર્ણયોથી શહેરની જનતામાં એક હકારાત્મક અભિગમ પેદા થયો છે.

દીક્ષિતભાઈ પટેલે પોતાના કાર્યકાળના 17 અઠવાડિયામાં લીધેલા શહેરના વિકાસ માટેના મહત્વના 17 નિર્ણયો....

ઊંઝા નગરપાલિકાને ઉત્તર ગુજરાતની સૌપ્રથમ આઇ એસ ઓ સર્ટિફાઇડ નગરપાલિકા બનાવી

દીક્ષિત પટેલે સત્તામાં આવતા જ પાલિકાને આર્થિક રીતે નુકસાનકારક જુનો સફાઈ કોન્ટ્રાક્ટ રદ કર્યો હતો 

દીક્ષિત પટેલે પદભાર સંભાળતા જ શહેરની સફાઈ પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરીને શહેરને સ્વચ્છ બનાવવા ના પ્રયાસો શરૂ કર્યા હતા

શહેરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગો અટકાવવા લીધા હતા કડક પગલાં

શહેરના તમામ વિસ્તારોમાં નિયમિત શરૂ કરાયો હતો દવાનો છંટકાવ

ઊંઝાના વર્ષો જુના ફલકુંનાળા નો પ્રશ્ન ઉકેલવા દીક્ષિતભાઈ પટેલે સેપ્ટ યુનિવર્સિટીને પત્ર લખી સ્ટડી કરવા કરી હતી માંગ. ફુલ કોનાળા ઉપર બ્યુટીફિકેશન કરવાનું હતું તેમનું વિઝન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મહિલા સશક્તિકરણના અભિગમને સાર્થક કરવા તેમણે પોતાની પાલિકા કમિટી ટીમમાં મહિલાઓને આપ્યું હતું મહત્વનું સ્થાન

દિવાળીના તહેવાર દરમિયાન સફાઈ કર્મીઓમાં મીઠાઈ વિતરણ કરીને સફાઈ કર્મીઓનું કર્યું હતું સન્માન

રાજ્ય સરકાર દ્વારા નગરપાલિકાઓને ફાળવવામાં આવતી ગ્રાન્ટ બમણી કરવા તેમણે શહેરી વિકાસ અગ્ર સચિવને પત્ર લખી કરી હતી માંગ

વોર્ડ નંબર 5 માં દાતરડી નિષ્ફળ ટ્યુબ વેલ વિવાદ માં સમાધાનકારી વલણ અપનાવી નવો ટ્યુબવેલ બનાવી રહીશોની પાણી ની સમસ્યાનું સમાધાન કરી આપ્યું.

ઉમિયા માતા પાસે ચાલુ ટ્યુબવેલ નિષ્ફળ જતા તાત્કાલિક નવો ટ્યુબવેલ બનાવવા ની કવાયત હાથ ધરાઈ

શહેરમાં સોલાર પ્લાન્ટ લગાવવા માટે સર્વેની કામગીરી તેમણે ઝડપથી પૂર્ણ કરાવી.

શહેરમાં 814 કિલો વોલ્ટ ના આઠ જેટલા સોલાર પ્લાન્ટ લગાવી પાલિકા પર પડતા આર્થિક બોજો ઓછો કરવા તેમણે કમર કસી હતી

ઉત્તરાયણમાં બનતી આકસ્મિક અકસ્માતની ઘટનાઓ તેમજ આગની ઘટનાઓ માં તાત્કાલિક મદદ મળે તે માટે કંટ્રોલરૂમ શરૂ કરાયો હતો. તેમજ મહત્વના બ્રિજ ઉપર તાર બાંધવામાં આવ્યા હતા.

મહેસાણા એસ.ટી.વિભાગીય નિયામકને પત્ર લખી ઊંઝા પાટણ રોડ ઉપર જીઇબી ની સામે એસટી બસનું પીકપ સ્ટોપેજ આપવા કરી હતી માંગ.

હાઇવે એપીએમસી સર્કલ પાસે સતત સર્જાતી ટ્રાફિક સમસ્યાને નિવારવા દીક્ષિતભાઈ પટેલે પોલીસ તંત્ર સાથે મળીને કાયમી ઉકેલ આવે એવા પ્રયત્નો કરવા દર્શાવી હતી તૈયારી

ઊંઝામાં વણાગલા રોડ પર એકત્ર થયેલ હજારો ટન ઘન કચરાનો નિકાલ કરવા માટે કવાયત હાથ ધરાઈ.

સમગ્ર નગરમાં સીસીટીવી કેમેરા લગાવવા માટે ગૃહ મંત્રીને પત્ર લખી કરી મહત્વની રજૂઆત