ઊંઝા પંથકમાં માનવતા મહેકી : મુસ્લિમ બિરાદરો અને વેટનરી ઓફિસરે પ્રસવ પીડાથી તરફડતી માદા શ્વાનને નવજીવન બક્ષ્યું ! વાંચો સમગ્ર કિસ્સો

ઊંઝા પંથકમાં માનવતા મહેકી : મુસ્લિમ બિરાદરો અને વેટનરી ઓફિસરે પ્રસવ પીડાથી તરફડતી માદા શ્વાનને નવજીવન બક્ષ્યું ! વાંચો સમગ્ર કિસ્સો

મોર્નિંગ ન્યુઝ ફોકસ ( જશવંત પટેલ) : માણસની વેદના માણસ સમજી શકે એ સ્વાભાવિક છે પણ એક મૂંગા પશુ કે પ્રાણી ની વેદના માણસ સમજી શકે અને એની વેદનાને નિસ્વાર્થ ભાવે દૂર કરે એવા કિસ્સા ભાગ્યે જ સાંભળવા મળતા હોય છે.ત્યારે ઊંઝા પંથક માંથી આવો જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં મુસ્લિમ બિરાદરોએ એક બિન પાલતુ માદા શ્વાનને પશુ દવાખાને લઈ જઈ તેની પ્રસવની વેદનાને શાંત કરી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર ઊંઝા તાલુકાના દાસજ ગામે ઇન્દિરા નગર પાસે એક માદા શ્વાને બચ્ચાને જન્મ આપ્યા બાદ માદા શ્વાનનું ગર્ભાશય બહાર નીકળી ગયું હતું.જેથી પ્રસવની પીડા સાથે સાથે ગર્ભાશયની પીડાથી માદા શ્વાન આકુળ વ્યાકુળ બની દર્દ ભરી ચીસો પાડતી હતી,ત્યારે અહીં રહેતા મુસ્લિમ બિરાદરો આ ચીસો સાંભળી એક અબોલ પ્રાણીનું દર્દ જોઈ વ્યથિત બની ગયા હતા અને તરત જ તેમની ગાડીમાં માદા શ્વાનને ઊંઝા પશુ દવાખાને લઈ આવ્યા હતા.

પશુ દવાખાના ના વેટેનરી ઓફિસર ડો. રાજેશ પટેલે પરિસ્થિતિનો તાગ મેળવી તાત્કાલિક માદા શ્વાનના બહાર નીકળી ગયેલ ગર્ભાશયને મહામહેનતે મૂળ સ્થિતિમાં પ્રસ્થાપિત કર્યું હતુંઅને તેને પીડામાંથી મુક્તિ આપી જીવતદાન આપ્યું હતું.આમ ડોકટર આ માદા શ્વાન માટે સાક્ષાત દેવતા સાબિત થયા હતા.મુસ્લિમ બિરાદરો અને ડોકટરના માનવતા ભર્યા અભિગમને સો સો સલામ.