લ્યો બોલો ! પોલીસ સ્ટેશન દીઠ એક લાખના માસ્ક મેમો ફાડવા ઉપરથી 'ટાર્ગેટ' મળ્યો ?

લ્યો બોલો ! પોલીસ સ્ટેશન દીઠ એક લાખના માસ્ક મેમો ફાડવા ઉપરથી 'ટાર્ગેટ' મળ્યો ?

મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક :  ગુજરાતમાં રૂપાણી સરકાર દ્વારા લોકો સાથે ઉઘાડી લૂંટ ચલાવવાના અનેક કિસ્સાઓ અવારનવાર મીડિયા રિપોર્ટમાં બહાર આવ્યા છે. જો કે ટ્રાફિકના નિયમોને લઈને સરકાર દ્વારા ચાલકો પાસેથી મોટો દંડ વસુલ કરવામાં આવતો હતો. પરંતુ છેલ્લા કેટલાક દિવસ અગાઉ સરકાર દ્વારા એવી જાહેરાત કરવામાં આવી કે હવે માત્ર માસ્કનો જ દંડ કરવામાં આવશે.

ત્યારે હવે આ માસ્કને ને નામે દંડ ઉઘરાવવા માટે પોલીસને સરકાર દ્વારા કડક આદેશો આપવામાં આવ્યા છે એટલું જ નહીં પરંતુ જાણવા મળતા મીડિયા રિપોર્ટ્સ મુજબ જે લોકો નિયમનો ભંગ કરી રહ્યા છે તેમના મેમા ફાડવા માટે પોલીસને મોટો ટાર્ગેટ આપવામાં આવ્યો હોવાનું સામે આવી રહ્યું છે. પોલીસ સ્ટેશન દીઠ રોજના એક લાખના માસ્કના મેમો ફાડવાના આદેશથી પોલીસ તંત્ર માટે પરેશાની ઉભી થઈ છે.

એક તરફ પોલીસ અને પ્રજા વચ્ચે સેતુ બંધાય તેવા પ્રયાસો વચ્ચે હવે પોલીસને માસ્ક માટે ટાર્ગેટ અપાતા પોલીસ પણ મુઝવણમાં મૂકાઈ છે. સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ મુજબ પોલીસ સ્ટેશન દીઠ એક લાખનો માસ્ક મેમો માટેનો આદેશ મળ્યો છે એટલે કે જેમાં પીએસઆઈએ 10, ડી-સ્ટાફે 15 એમ કુલ 100 મેમો ફાડવા માટે મજબૂર બનવું પડે છે.ઉચ્ચ અધિકારીઓ દ્વારા દરેક પોલીસ સ્ટેશનને મૌખિત આદેશ આપી દેવામાં આવ્યો છે, જેમાં રોજના 100 માસ્ક મેમો ફાડવા માટેનો આદેશ આપવામાં આવ્યો છે.જો કે પોલીસને મળેલા ટાર્ગેટના કારણે ઘર્ષણની સ્થિતિનું નિર્માણ થવાની સંભાવનાઓ વધી રહી છે.