સુરત : AAP ના કોર્પોરેટરો સામે મેયરની પીપુળી ના વાગી.....છેવટે તૂ તૂ...મેં મેં..કરી મેયરે બે હાથ જોડ્યા, જુઓ વિડીયો

સુરત : AAP ના કોર્પોરેટરો સામે મેયરની પીપુળી ના વાગી.....છેવટે તૂ  તૂ...મેં મેં..કરી મેયરે બે હાથ જોડ્યા, જુઓ વિડીયો
મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : સમય અગાઉ ભાજપ પ્રદેશપ્રમુખ આર પાટીલે પોતાના ભાષણમાં કહ્યું હતું કે સુરતમાં સોનાની થાળીમાં લોખંડ નો હથોડો વાગ્યો છે જોકે સીઆર પાટીલે ભલે જે અર્થમાં કહ્યું હોય તે પરંતુ હવે નગરપાલિકાના શાસકો અને સી.આર.પાટિલ ની આ વાતની ધીમે ધીમે પ્રતીતિ થઇ રહી છે. સુરત મહાનગરપાલિકામાં આપના 27 કોર્પોરેટરોની જીત થઈ છે જોકે આ 27 કોર્પોરેટરો સામે ભાજપના ચુંટાયેલા 93 કોર્પોરેટરો સશક્ત પુરવાર થશે કે નબળા એ તો આવનાર સમય જ બતાવશે
                                                                                               જોકે સુરત મહાનગર પાલિકાની પ્રથમ સામાન્ય સભામાં જ આપના કોર્પોરેટરોની સંગઠન શક્તિનો પરચો ભાજપને મળી ગયો હતો. તાજેતરમાં શહેરના કેટલાક વિસ્તારોમાં 24 બાય 7 પાણી યોજનાના લીધે પાણીના મસમોટા બિલ પાલિકા દ્વારા ફટકારાતા હોવાના આક્ષેપ સાથે પાણીના બીલો ન ભરવા આપ પાર્ટીએ લોકોને આહવાન કર્યું હતું. આપના વિરોધ પક્ષના નેતા ધર્મેશ ભંડેરીએ પત્રકાર પરિષદ સંબોધી પ્રોપટી વેરામાં 50 ટકા રાહત આપવાની માંગણી સાથે મેયર હેમાલી બોઘાવાલાને રજૂઆત કરી છે. જોકે, રજૂઆત દરમ્યાન આપ પાર્ટીના નગરસેવકો અને મેયર વચ્ચે ગરમાગરમી થઇ હતી.
                                                                                                જો કે, વાત ત્યાં સુધી વણસી ગઇ હતી કે, આપના એક નગરસેવકે મેયરને કહ્યું કે, અમે પહેલીવાર રજૂઆત કરવા આવ્યા છીએ તમે ધમકીભર્યા વર્તનમાં કેમ વાત કરો છો? તમે શહેરના મેયર છો ભારતીય જનતા પાર્ટીના નહીં આ શબ્દો સાંભળી મેયર ભડક્યા હતા અને કહ્યું કે તમે પાલિકામાં પાર્ટીના ચિન્હીવાળી ટોપી પહેરીને ફરો છો. ત્યારે આપના નગરસેવકોએ કહ્યું હતું કે તમે તમારી ઓફિસમાં તમારી પાર્ટીના નેતાઓ ના ફોટો શા માટે લગાડેલા છે? મેયરે કહ્યું પ્રજાને ગેરમાર્ગે દોરવાનું બંધ કરો. પ્રશ્નોની વાસ્તવિકતા જાણ્યા બાદ રજૂઆત કરવી જોઇએ. માત્ર કાગળો લઇને દોડી આવવું જોઇએ નહિં. આપના નગરસેવકોએ જણાવ્યું હતું કે, 24 કલાક પાણી યોજનાને કારણે 6-7 વર્ષથી પાણીના મસમોટા બિલ ફટકારવામાં આવે છે.
                                                                                             પાણી કુદરતી સંસાધનો છે તેથી પાણીનો વ્યાપાર થઈ શકે નહિ તેથી આ બિલ રદ કરવામાં આવે. પ્રજાને પણ અનુરોધ કરાયો છે કે કોઈએ પણ પાણીના બિલ ભરવા નહિ. આવું કરવાથી જો સતાધીશો પાણીના કનેક્શનો કાપી નાખશે તો આપના કોર્પોરેટર કનેક્શન આપવા ઘરે ઘરે આવશે. જો તંત્રવાહકો બિલ રદ નહિ કરે તો અહિંસાના માર્ગે આંદોલનની ચીમકી આપી છે. કારીગરો પરનો વ્યવસાય વેરો રદ કરવા માંગ કરી છે. લોકોના કામ ધંધા પડી ભાગ્યા છે ત્યારે પ્રોપર્ટી ટેક્ષમાં 50 ટકા રાહત ની માંગણી કરવામાં આવી છે.
વિડીયો જોવા નીચેની લિંક ક્લિક કરો